Big news for Whatsapp desktop users The company started rolling

વ્હોટસેપ ડેસ્કટોપ યૂઝર્સ માટે સારા સમાચારઃ કંપનીએ રોલઆઉટ કર્યુ કૉલિંગ ફીચર, યૂઝરને થશે ફાયદો

Big news for Whatsapp desktop users The company started rolling

ટેક ડેસ્ક, 22 જાન્યુઆરીઃ વ્હોટસેપ વેબ એક એકસટેંશન છે જેની મદદથી તમે લેપટોપ અને પીસી પર પણ આ મેસેજીંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. આ ફીચરની મદદથી તમે જે કામ વ્હોટસેપ મોબાઈલમાં કરો છો તે જ કામ લેપટોપ પર પણ કરી શકો છો. પરંતુ તમે કૉલિંગ નથી કરી શકતા. ગત કેટલાક મહિનાઓથી કંપની એ એલાન કરી રહી હતી કે તે ટૂંક સમયમાં જ આ ફીચર આપશે. એવામાં કેટલાક યૂઝર્સ લેપટોપ અને પીસીમાં આ ફીચર આવી ચૂકયુ છે. તેને હાલ બીટા વર્ઝનના રૂપમાં લોન્ચ કરાયું છે.

વ્હોટસેપ વેબ માટે તમારે કોઈ ઈન્સ્ટોલેશનની જરૂરત નથી. તો એ દરેક બ્રાઉઝરને સપોર્ટ કરે છે. WabetaInfo કૉલિંગ ફીચરને લઈને ટવીટ કરીને એ વાતની જાણકારી આપી છે. જેમાં કંપનીએ એક યૂઝરનુ ટવીટ પણ શેર કર્યું છે. જેમાં સ્ક્રિન પર ચોખ્ખી રીતે કૉલિંગ બટન દેખાઈ રહ્યું છે. જેના પર બીટા લખેલું છે.

વ્હોટસેપે આ ફિચરને હાલ અનનુક યુઝર્સ માટે જ રોલઆઉટ કર્યું છે. કંપની તેને ટેસ્ટ કરી રહી છે. વ્હોટસેપે કહ્યું કે, વેબ વર્ઝન દરેક ઑફિસ જવાવાળા લોકો માટે ખૂબ જ મહત્વનું છે. અને તેનું ઉપયોગ હવે દિવસે ને દિવસે વધતો જાય છે. એવામાં અમે તેમાં વધારે ફીચર્સ દેવાની તૈયારી કરી રહ્યા છીએ.

Whatsapp Join Banner Guj

વ્હોટસેપનું આ કૉલિંગ ફીચર જો તમારી પાસે આવે છે તો તે દરમ્યાન તમારા માટે એક નવુ ટેબ ખુલશે. એટલે કે દરેક ઈનકમિંગ કૉલ માટે તમારી પાસે એક નવુ ટેબ ખુલશે. જે બાદ તમે તે કૉલને એકસેપ્ટ કરી તે વ્યકિત સાથે વાત કરી શકો છો. કૉલની ક્લિયારીટી માટે તમારી પાસે સારુ ઈન્ટરનેટ કનેકશન હોવુ જરૂરી છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

પાકિસ્તાન દ્વારા બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણીને મળી રહી છે હત્યાની ધમકી- જાણો શું છે કારણ?