Fortune Online

અદાણીએ લોન્ચ મોબાઇલ એપ્સ(mobile app), આ 17 શહેરોના લોકો ખરીદી શકશે ઓનલાઇન પ્રોડક્ટ

બિઝનેસ ડેસ્ક, 02 મેઃ ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ વિવિધ ખાદ્યતેલ અને ફૂડ પ્રોડકટસ ઓફર કરતી અદાણી વિલ્મર લિમિટેડે હવે તેની પોતાની મોબાઈલ એપ્લિકેશન – ફોર્ચ્યુન ઓનલાઈન રજૂ કરીને રસોડાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન રજૂ કર્યું છે.અદાણી વિલ્મર લિમિટેડના સીઈઓ અને એમડી અંગશુ મલ્લિક જણાવે છે કે “આ મોબાઈલ એપ્લીકેશન(mobile app) એ અદાણી વિલ્મરની વધુ એક સિધ્ધિ સમાન છે અને એમાં અમારા ગ્રાહકલક્ષી અભિગમનો પુનરોચ્ચાર થયો છે. આ એપ્લિકેશન(mobile app) એવા સમયે રજૂ કરવામાં આવી છે કે જ્યારે વધુને વધુ લોકો, ખાસ કરીને ગયા વર્ષે કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યારથી કરિયાણાની વિવિધ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનુ પસંદ કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આ એપ્લિકેશન(mobile app) મારફતે ફોર્ચ્યુનની તમામ પ્રોડકટસની ખરીદી થઈ શકે છે અને આકર્ષક કીંમતે તમારા ઘરઆંગણે તે પહોંચાડવામાં આવે છે.” અંગશુ મલ્લિક જણાવે છે કે ફોર્ચ્યુનની પ્રોડકટસ વિવિધ ઈ-કોમર્સ પ્લેટફોર્મ, મોડર્ન રિટેઈલ અને પ્રોવિઝન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ રહેશે.

ADVT Dental Titanium

હાલમાં 17 શહેર એટલે કે અમદાવાદ, ગાંધીધામ, પુના, અકોલા, ગુરગાંવ, લખનૌ, ચંદીગઢ, નોઈડા, પંચકુલા,મોહાલી, કાનપુર, કોલકતા, ઈન્દોર, જોધપુર, રાયપુર, બેંગલોર, અને હૈદ્રાબાદના ગ્રાહકો ફોર્ચ્યુન ઓઈલ્સ અને વિવિધ ફૂડ અને પર્સનલ કેર ર્પ્રોડકટસની રેન્જનો એન્ડ્રોઈડ, iOS ઉપર ઉપલબ્ધ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને. તથા વેબસાઈટ www.fortuneonline.in. ઉપર ઓર્ડર મુકી શકશે. “અમે આગામી દિવસોમાં આ એપ્લિકેશન(mobile app) અન્ય મહત્વનાં બજારોમાં પણ રજુ કરવાના છીએ,” તેમ મલ્લિક એ વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો….

Big News: આખરે ગુજરાત સરકારે રદ કરી ધો-12(12th Board exam)ની બોર્ડની પરીક્ષા, વાંચો વધુમાં શું કહ્યું રાજ્ય શિક્ષણ મંત્રએ