PF Account Balance Check: પીએફ કેટલુ છે, તે નથી ખબર તો આ રીતે સેકન્ડોમાં જ જાણો બેલેન્સ
PF Account Balance Check: નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતા પર વ્યાજ દર 8.25 ટકા છે.
બિઝનેસ ડેસ્ક, 24 માર્ચઃ PF Account Balance Check: શું તમે લાંબા સમયથી તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક નથી કર્યું? શું તમે તેની પ્રક્રિયા નથી જાણતા? PF એકાઉન્ટનું બેલેન્સ જાણવાની 4 રીતો વિશે જાણકારી મેળવીએ, જે ખૂબ જ સરળ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતા પર વ્યાજ દર 8.25 ટકા છે. રોકાણકારો તેમની પે સ્લિપ પરથી જાણી શકે છે કે તેમના પીએફ ખાતામાં દર મહિને કેટલા પૈસા જમા થાય છે. ચાલો જાણીએ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટની બેલેન્સ જાણવાની રીતો.
જો તમારો મોબાઈલ નંબર UAN સાથે નોંધાયેલ છે, તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરીને PF બેલેન્સ ચેક કરી શકો છો. આ નંબર પર મિસ્ડ કોલ કર્યા પછી, તમને EPFO તરફથી કેટલાક મેસેજ આવશે, જેમાં તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ જોશો.
આ પણ વાંચોઃ Holi Special Features: ગુજરાતના આ શહેરમાં થાય છે દુનિયાનો સૌથી મોટો હોલિકા ઉત્સવ- વાંચો વિગત
EPFO સભ્યો 7738299899 પર મેસેજ મોકલીને તેમના EPF એકાઉન્ટ બેલેન્સ અને તેમના ખાતામાં હાલમા કેટલા પૈસા જમા કરવામાં આવ્યા તે પણ ચકાસી શકે છે. આ માટે તમારે AN EPFOHO ENG ટાઈપ કરવું પડશે અને રજિસ્ટર્ડ નંબર પરથી મેસેજ મોકલવો પડશે. ENG અહીં અંગ્રેજીનો સંદર્ભ થાય છે. જો તમારે બીજી ભાષામાં જાણવું હોય તો તે ભાષાના પહેલા ત્રણ અક્ષરો ટાઈપ કરો.
કર્મચારીઓ તેમના સ્માર્ટફોનમાં ઉમંગ એપ ડાઉનલોડ કરીને તેમનું પીએફ બેલેન્સ ચેક કરી શકે છે. નાગરિકોને એક જ જગ્યાએ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે ઉમંગ એપ બહાર પાડી હતી. આ એપનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ ક્લેમ સબમિટ કરી શકે છે, તેમની EPF પાસબુક જોઈ શકે છે અને તેમના ક્લેમને ટ્રૅક કરી શકે છે. આ માટે તમારે એપમાં તમારો ફોન નંબર નાખવો પડશે અને વન-ટાઇમ રજીસ્ટ્રેશન કરવું પડશે.
EPFOની વેબસાઈટ પર જાઓ અને employees સેક્શન પર ક્લિક કરો અને પછી મેમ્બર પાસબુક પર ક્લિક કરો. તમારો UAN અને પાસવર્ડ એડ કરીને તમે PF પાસબુકને એક્સેસ કરી શકો છો. આમાં, ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તેમજ કર્મચારી અને એમ્પ્લોયરે ખાનેલા પૈસા પણ બતાવવામાં આવશે. કોઈપણ PF ટ્રાન્સફરની કુલ રકમ અને જમા થયેલ PF વ્યાજની રકમ પણ દેખાશે. પાસબુકમાં EPF બેલેન્સ પણ જોઈ શકાય છે.