Film RRR play in japan

Film RRR play in japan: જાપાનમાં RRRનો ડંકો વાગ્યો, 110 વર્ષ જૂની થિયેટર કંપનીએ ફિલ્મને નાટકમાં કરી પરિવર્તિત

Film RRR play in japan: જાપાનમાં તો RRRનો એટલો ક્રેઝ છે કે હવે તેનુ રૂપાંતરણ મ્યૂઝિકલ પ્લેના રૂપમાં કરવામાં આવ્યું છે.

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 24 માર્ચઃ Film RRR play in japan: એસ એસ રાજામૌલીની ઓસ્કર વિજેતા ફિલ્મ RRRની સફળતાનો સિલસિલો હજુ પણ યથાવત છે. બે વર્ષ બાદ પણ આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દેશ જ નહીં વિદેશોમાં પણ તેની દિવાનગી છે. જાપાનમાં તો RRRનો એટલો ક્રેઝ છે કે હવે તેનુ રૂપાંતરણ મ્યૂઝિકલ પ્લેના રૂપમાં કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ PF Account Balance Check: પીએફ કેટલુ છે, તે નથી ખબર તો આ રીતે સેકન્ડોમાં જ જાણો બેલેન્સ

આ જોઈને નિર્દેશક એસએસ રાજામૌલીની ખુશીનો પાર નથી રહ્યો. એસ એસ રાજામૌલી હાવ જાપાનમાં છે. RRRના મ્યૂઝિકલ પ્લેના રૂપાંતર દરમિયાન તેમને સ્ટેડિંગ ઓવેશન આપવામાં આવી અને આખુ થિએટર તાલીઓના અવાજથી ગૂંજી ઉઠ્યું. રાજામોલીએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી છે. 

રાજામૌલીના નિર્દેશનમાં બનેલી RRRને જાપાનના દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે અને તે ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારૂ કલેક્શન કર્યું. હજુ પણ જાપાની દર્શકોની વચ્ચે આ ફિલ્મની દિવાનગી ઓછી નથી થઈ રહી. 

રિલીઝના લગભગ બે વર્ષ બાદ જાપાનની 110 વર્ષ જુની સંગીત થિએટર કંપની તાકારઝુકાએ આ ફિલ્મ પર મ્યૂઝિક પ્લેનું રૂપાંતર કર્યું. રાજામૌલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફોટો શેર કર્યા છે. 

રાજામૌલીએ લખ્યું, “આ ખૂબ જ સન્માનની વાત છે કે અમારી ફિલ્મ RRR 110 વર્ષ જુની તાકારઝુકા કંપનીએ મ્યૂઝિકલના રૂપમાં રૂપાંતરિત કરી છે. ફિલ્મની જેમ જ RRRના નાટકને પ્રેમ આપવા માટે દર્શકોનો ખૂબ ખૂબ આભાર. તમારી પ્રતિક્રિયામાં અભિભૂત છું. શોમાં દેખાયેલ બધી મહિલાઓની ઉર્જા પ્રતિભાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.”

આ પણ વાંચોઃ Holi Special Features: ગુજરાતના આ શહેરમાં થાય છે દુનિયાનો સૌથી મોટો હોલિકા ઉત્સવ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો