Skill Development

Skill Development: વોકેશનલ ટ્રેનિંગથી આદિજાતિ યુવાનોનું બદલાઈ રહ્યું છે ભવિષ્ય, 51 હજારથી વધુને મળી રોજગારી

Skill Development: ગુજરાતના 9 વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં 66 હજારથી વધુ યુવાનોને અપાઈ તાલીમ; ગાંધીનગરના iACEમાં તાલીમ મેળવનારા યુવાનોને મારુતિ, ટાટા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓમાં નોકરીની તક.

ગાંધીનગર, ગુજરાત: Skill Development: ગુજરાતમાં આદિજાતિ સમાજના યુવાનોને રોજગારીલક્ષી કૌશલ્ય આપીને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને સારા પરિણામ મળી રહ્યા છે. રાજ્યમાં કાર્યરત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ દ્વારા અત્યાર સુધીમાં 66 હજારથી વધુ આદિજાતિ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવી છે. તેમાંથી 51 હજારથી વધુ તાલીમાર્થીઓને રોજગારી મળી હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.

WhatsApp Channel Follow કરો →

અનુસૂચિત જનજાતિના 18થી 35 વર્ષના યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપીને રોજગાર માટે સક્ષમ બનાવવાના હેતુથી વર્ષ 2008થી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોના યુવાનોને તેમની ક્ષમતા અને બજારની જરૂરિયાત મુજબ તાલીમ આપીને રોજગારીની તકો પૂરી પાડવાનો છે.

રાજ્યના 9 કેન્દ્રોમાં 70 જેટલા તાલીમ અભ્યાસક્રમ

છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ અને નવસારી સહિતના આદિજાતિ વિસ્તારોમાં કુલ 9 મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા યુવાનોને વિવિધ વ્યવસાયલક્ષી ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે.

Skill Development

છોટાઉદેપુર અને વડોદરા પ્રાયોજના વિસ્તારમાં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ઓલ ગુજરાત ડ્રાઇવિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મુનિ સેવા આશ્રમ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વાઘલધરા વિભાગ કેળવણી મંડળ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને પ્રમુખ સ્વામી વોકેશનલ તાલીમ કેન્દ્ર કાર્યરત છે. દાહોદમાં ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ, ભરૂચમાં સેવા રૂરલ ટ્રસ્ટ અને નવસારીમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) દ્વારા તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : – Vastu Tips: આ દિશામાં માટલું મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

આ તમામ કેન્દ્રોમાં બજારની માંગને ધ્યાનમાં રાખીને આશરે 70 પ્રકારના રોજગારલક્ષી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. તાલીમાર્થીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા ઉપરાંત વ્યક્તિત્વ વિકાસની તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઓછામાં ઓછા 75 ટકા તાલીમાર્થીઓને રોજગારી અપાવવાની જવાબદારી સંબંધિત તાલીમ કેન્દ્રોની રહે છે.

ગાંધીનગરનું iACE બન્યું કૌશલ્ય વિકાસનું મહત્વનું કેન્દ્ર

આદિજાતિ યુવાનોને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે ગાંધીનગરના નોલેજ કોરિડોર ખાતે આવેલું ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આશરે 17 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ કેન્દ્રની સ્થાપના ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના 50-50 ટકા હિસ્સા સાથે કરવામાં આવી છે.

અહીં એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ITIના યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં 80 ટકા પ્રેક્ટિકલ અને 20 ટકા થિયરીનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં 30થી 35 નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવે છે અને હાલમાં આશરે 200 વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ મેળવી રહ્યા છે.

વર્ષ 2021માં હાઈ એન્ડ સ્કિલ ટ્રેનિંગ યોજના હેઠળ પ્રથમ બેચ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં iACE ખાતે 4 હજારથી વધુ યુવાનો તાલીમ મેળવી ચૂક્યા છે. તેમાં વર્ષ 2024થી અત્યાર સુધીમાં આશરે 800 આદિજાતિ યુવાનોનો સમાવેશ થાય છે.

તાલીમ બાદ નામાંકિત કંપનીઓમાં નોકરીની તક

iACE ખાતે ઓટોમોટિવ ફંડામેન્ટલ્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ડ્રાઇવ સિસ્ટમ્સ, પાવરટ્રેન, વેલ્ડિંગ, મશીનિંગ, પ્લાસ્ટિક્સ, પેઇન્ટ ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી જેવા વિષયોમાં તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત મેનેજમેન્ટ અને સોફ્ટ સ્કિલ્સ પર પણ ધ્યાન આપવામાં આવે છે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

તાલીમ પૂર્ણ કરનારા યુવાનોને મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, MG મોટર્સ, હ્યુન્ડાઈ, ક્રિષ્ના મારુતિ અને મધરસન સુમી જેવી કંપનીઓમાં રોજગારીની તકો મળે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, B.Tech સ્નાતકોને વાર્ષિક આશરે રૂ. 4થી 5 લાખ અને ITI પાસ યુવાનોને વાર્ષિક રૂ. 2.5 લાખ સુધીનાં પેકેજ મળી રહ્યાં છે.

વિવિધ અભ્યાસક્રમો સાથે સ્ટાર્ટઅપ માટે પણ પ્રોત્સાહન

iACE ખાતે ત્રણ મહિનાની વિશેષ તાલીમ ઉપરાંત એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, છ મહિનાના એડવાન્સ અને સ્કિલ એન્હાન્સમેન્ટ સર્ટિફિકેટ કોર્સ તથા ત્રણ વર્ષનો B.Sc. ટ્રાન્સપોર્ટેશન એન્ડ મોબિલિટી અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે.

વર્ષ 2021માં શરૂ કરવામાં આવેલા ‘પ્રેરણા’ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા યુવાનોને સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ રીતે યુવાનોને માત્ર નોકરી મેળવવા માટે જ નહીં, પરંતુ પોતાની રીતે વ્યવસાય શરૂ કરવા માટે પણ માર્ગદર્શન અને તક પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તાલીમાર્થી મયૂર પટેલે જણાવી સફળતાની સફર

આ યોજનાના લાભાર્થી અને ચીખલીના રહેવાસી મયૂર પટેલે પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે તેમણે શરૂઆતમાં બિલીમોરા ITI ખાતે મોટર મિકેનિક વ્હીકલ ટ્રેડમાં તાલીમ મેળવી હતી. ત્યારબાદ વધુ ઉચ્ચ કક્ષાનું કૌશલ્ય મેળવવા માટે તેમને ગાંધીનગરના iACE વિશે જાણકારી મળી હતી. અહીં પ્રવેશ મેળવી તેમણે મોટર મિકેનિક ક્ષેત્રમાં વધુ વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત કરી.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

મયૂરના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રની વિશેષતા એ છે કે આદિજાતિ તાલીમાર્થીઓને તાલીમની સાથે રહેવા અને જમવાની સુવિધા પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. આના કારણે આર્થિક મુશ્કેલીઓ ધરાવતા યુવાનોને પણ ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી પોતાની કારકિર્દી ઘડવાની તક મળે છે.

રાજ્યમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ દ્વારા આપવામાં આવતી તાલીમ આદિજાતિ યુવાનો માટે રોજગારી અને આત્મનિર્ભરતાના નવા માર્ગો ખોલી રહી છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય વિકાસ, નિઃશુલ્ક સુવિધાઓ અને પ્લેસમેન્ટની વ્યવસ્થાથી યુવાનોને શિક્ષણ બાદ રોજગાર મેળવવામાં મદદ મળી રહી છે.

Tags: Tribal Development, Vocational Training, Gujarat Government, Skill Development, Tribal Youth Employment, iACE Gandhinagar, Maruti Suzuki, ITI Training, Job Placement, Gujarat News, Employment Opportunities, Self Reliance