Elon Musk And twitter Logo

Twitter logo news update: ચાર દિવસમાં જ ટ્વિટર પરથી ગાયબ થયો ડૉગનો લોગો, અહીં જુઓ અપડેટ ફોટો…

Twitter logo news update: ડૉગના લોગો બદલે હવે ટ્વિટરે તેનો આઇકોનિક લોગો પાછો મૂક્યો

બિજનેસ ડેસ્ક, 07 એપ્રિલ: Twitter logo news update: જ્યારથી એલોન મસ્કએ ટ્વિટરનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ટ્વિટરે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોયા છે. એલોન મસ્ક ટ્વીટરને લઈને તેના બદલાવને કારણે હંમેશા સમાચારમાં રહે છે. થોડા દિવસો પહેલા ટ્વિટરએ આઇકોનિક બ્લુ બર્ડ લોગોને હટાવીને ટ્વિટર હોમપેજ પર ડોજ ઈમેજ સાથે બદલ્યો હતો.

હવે ટ્વિટરે તેનો આઇકોનિક લોગો પાછો મૂક્યો છે. પરંતુ તેની સાથે અન્ય ફેરફાર કરવામાં આવ્યો છે. ‘Twitter Verified’ દ્વારા તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સને અનફોલો કરવામાં આવ્યા છે. એટલે કે હવે ટ્વિટર વેરિફાઈડ કોઈને ફોલો કરશે નહીં.

ટ્વિટર અગાઉ લગભગ 420,000 વેરિફાઈડ એકાઉન્ટ્સને ફોલો કરે છે. ઉપરાંત, ટ્વિટર બ્લુ પોલિસી રજૂ કર્યા પછી, કંપનીએ 1 એપ્રિલથી તમામ વેરિફાઇડ એકાઉન્ટ બંધ કરવાની અને તે વપરાશકર્તાઓ માટે બ્લુ ટિક દૂર કરવાની ચેતવણી આપી હતી. ઈલોન મસ્કે સ્પષ્ટતા કરી હતી કે જે લોકો પાસે ટ્વિટર બ્લુ મેમ્બરશિપ નથી, તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. આ રીતે ટ્વિટર વેરિફાઈડ દ્વારા દરેકને અનફોલો કરવામાં આવ્યા છે.

સબ્સ્ક્રિપ્શન પર ઘણા વધારાના લાભો

અત્યાર સુધી માત્ર સેલિબ્રિટી, સરકારી સંસ્થાઓ કે લાઇમલાઇટમાં રહેલા લોકોને જ ટ્વિટર દ્વારા વેરિફાઇડ ટેગ સાથે બ્લુ ટિક આપવામાં આવતું હતું. દરમિયાન, હવે એલોન મસ્કના સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ, કોઈપણ વ્યક્તિ માસિક ચૂકવીને બ્લુ ટિક વિક ખરીદી શકશે. આ સાથે બ્લુ ટિક યુઝર્સને કેટલીક વધારાની સુવિધાઓ પણ મળશે, જેમ કે ટ્વીટ માટે વર્ડ કેરેક્ટર લિમિટ. આ સાથે, ટ્વિટમાં એડિટ અથવા અનડૂ વિકલ્પો પણ ઉપલબ્ધ હશે.

ઉલ્લેખનીય છે કે સોમવાર રાતથી યુઝર્સને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ શ્વાન દેખાવા લાગ્યો હતો. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે, શું દરેકને ટ્વિટર લોગો પર શ્વાન દેખાય છે.

થોડી જ વારમાં #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું હતું કે, કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ એલન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે.

આ પણ વાંચો: I&B ministry warning issued: I&B મંત્રાલયે સટ્ટાબાજી અને જુગારની જાહેરાતો સામે નવી સલાહકારી ચેતવણી જારી કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો