rape

12 yr old girl becoming a mother: આ રાજ્યમાં એક ચકચારી ઘટના- 12 વર્ષની એક બાળકી માતા બની, આઠ મહિના પહેલા તેની સાથે થયુ હતુ દુષ્કર્મ

12 yr old girl becoming a mother: બાળકીને તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સૂમસામ વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ

જોધપુર, 25 ઓગષ્ટઃ12 yr old girl becoming a mother: રાજસ્થાનના જોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં માં બનેલી એક ચકચારી ઘટનામાં 12 વર્ષની એક બાળકી માતા બની છે. તેના પર તેની જ સ્કૂલમાં ભણતા 3 વિદ્યાર્થીઓએ આઠ મહિના પહેલા રેપ કર્યો હતો. બાળકી જ્યારે પ્રેગનન્ટ બની ત્યારે આ મામલો બહાર આવ્યો હતો.પોલીસે હવે ત્રણ સગીર વયના વિદ્યાર્થીઓને અટકાયતમાં લીધા છે.

દરમિયાન બાળકીને મળવા માટે બાળ સંરક્ષણ આયોગના પ્રતિનિધિ જોધપુરની હોસ્પિટલમાં પહોંચ્યા છે.પોલીસના કહેવા પ્રમાણે બાળકીને તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સૂમસામ વિસ્તારમાં લઈ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. તે વખતે બાળકીએ ડરના કારણે કોઈને આ વાત કરી નહોતી.

આ પણ વાંચોઃ Trump slams joe biden: અફઘાન મુદ્દે રાષ્ટ્રપતિ બાઈડન પર વરસ્યા ટ્રમ્પ, પુછી કાઢ્યુ- કેટલા આતંકવાદીઓને અમેરિકા લઈ આવ્યા?

હવે બાળકીએ એક બાળકને જન્મ આપ્યો છે ત્યારે આ ચકચારી કેસ સામે આવ્યો છે. રેપના છ મહિના બાદ છાત્રાનુ પેટ ફુલવા માંડ્યુ હતુ અને ઘરના સભ્યોને લાગ્યુ હતુ કે, બાળકીને પેટમાં ગાંઠ થઈ છે. જોકે રવિવારે બાળકીની તબિયત ખરાબ થઈ ત્યારે તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને ત્યાં ડોકટરોએ તપાસ કરતા તે પ્રેગનન્ટ હોવાનુ ખબર પડી હતી. એ પછી જયારે હોસ્પિટલની નર્સે પરિવારજનોને બાળકી માતા બની હોવાનુ કહ્યુ હતુ ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા.

Whatsapp Join Banner Guj