adi crime branch

Accused Sajid Khan arrested: પેરોલ પર છૂટ્યા બાદ થયો હતો ફરાર; ક્રાઇમ બ્રાંચે ગોમતીપુરથી ઝડપી પાડ્યો

Accused Sajid Khan arrested: હત્યાના ગુનામાં આજીવન કારાવાસ પામેલો કેદી ઝડપાયો

અમદાવાદ , ૨૭ ઓગસ્ટ: Accused Sajid Khan arrested: ઓઢવ વિસ્તારમાં ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી ગત રોજ 3 ઓગસ્ટે પેરોલ ફર્લો જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. જેની ક્રાઇમ બ્રાંચે ગોમતીપુર ખાતેથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીને આધારે ગોમતીપુર વિસ્તારમાં કાળીદાસ ચાર રસ્તા ખાતેથી આરોપી સાજીદખાન ઉર્ફે બાબુ કાણીયાને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો…Road safety workshop: જામનગર ખાતે માર્ગ સલામતિ વિષય પર માર્ગ સલામતી કમિશનર પાડલીયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય વર્કશોપ યોજાયો

ધરપકડ બાદ આરોપીની (Accused Sajid Khan arrested) પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વર્ષ 2005માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં દાખલ ઇંદલસિંહના ખૂનના ગુનામાં આજીવન કેદની સજામાં છેલ્લા સાત વર્ષથી સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો હતો. ગત રોજ આરોપી 3 ઓગસ્ટના રોજ ફર્લો પર 16 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. ત્યાર બાદ નાસતો ફરતો હતો.

Whatsapp Join Banner Guj