vijay mashal vadodara

Vijay Mashal: વડોદરા સેના મથકના મુખ્ય સેનાધિકારીની સાથે ૧૯૭૧ ના યુદ્ધમાં શુરવીરતાનું પ્રદર્શન કરનારા ભૂતપૂર્વ સૈનિક યોધ્ધાઓએ મશાલને સલામી આપી

Vijay Mashal: વડોદરા સેના મથક ખાતે વિજય મશાલને અપૂર્વ આવકાર

અહેવાલ: સુરેશ મિશ્રા
વડોદરા, ૨૭ ઓગસ્ટ:
Vijay Mashal: ભારતીય સેનાની શૂરવીરતા થી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા ચાર વિજય મશાલ દેશની સૈનિક છાવણીઓ અને શહેરોની મુલાકાત લઈ રહી છે.ભારત સરકાર દ્વારા સન ૨૦૨૦ માં યુદ્ધ પુરુ થયાની તારીખ ૧૬ મી ડિસેમ્બર થી ૫૦ મા વિજય વર્ષની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે.

તેના ભાગ રૂપે આજે વિજય મશાલ યાત્રાના (Vijay Mashal) દુમાડ પાસેથી શહેરમાં પ્રવેશ સમયે આદરપૂર્વક સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવના પ્રતીક રૂપ વિજય આવકાર આપવાની સાથે, સરઘસાકારે માંજલપુર સ્થિત વડોદરાના સેના મથક ખાતે લાવવામાં આવી હતી. યાદ રહે કે ૧૯૭૧ ના ગૌરવ શાળી યુદ્ધ વિજયને વધાવવા દેશની ચાર દિશાઓમાં ચાર વિજય મશાલો હાલમાં ફરી રહી છે. આ વિજય મશાલ યાત્રાનો હેતુ ૧૯૭૧ ની લશ્કરી કાર્યવાહીમાં શૂરવીરતા દાખવીને દેશને ભવ્ય વિજય અપાવનારા જવામર્દ્ સેનાકર્મીઓને યાદ કરીને આદર આપવાનો છે.

આ પણ વાંચો…Renovated jallianwala bagh smarak: કાલે જલિયાંવાલા બાગનું નવું પરિસરરાષ્ટ્રને સમર્પિત થશે, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

આ વિજય મશાલ અમદાવાદમાં ૬ દિવસના રોકાણ પછી વડોદરા આવી છે. અહીં ત્રણ દિવસના કાર્યક્રમો પછી વિજય મશાલને કેવડિયા ખાતે વિશ્વની સહુથી વિશાળ સરદાર પ્રતિમાના સ્થળે લઈ જવાનું આયોજન છે. સેના મથકે વિજય મશાલના આગમન પછી મથકના સેનાપતિ અને ૧૯૭૧ નું યુદ્ધ લડેલા ભૂતપૂર્વ સૈનિક યોધ્ધાઓ તેને આદર પૂર્વક સાંબા રેજીમેન્ટના યુદ્ધ સ્મારક ખાતે લઈ ગયા હતા.

Vijay Mashal, welcome Vadodara army camp

યાદ રહે કે પડોશી દેશ સાથેની એ લડાઈ દરમિયાન સાંબા રેજીમેન્ટના શૂરવીરો એ ૭ મી ડિસેમ્બર,૧૯૭૧ ના રોજ સાંબા સેક્ટરમાં દુશ્મન દેશના ૧૧ યુદ્ધ વિમાનોનો ખાત્મો બોલાવી અનેરી શૂરવીરતા અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ અપૂર્વ શૂરવીરતા માટે હાલમાં જે વડોદરા સ્થિત છે તેવી ૨૯મી એર ડિફેન્સ રેજીમેન્ટને સાંબા ઓનરનું ટાઇટલ અને આ ટુકડીના લાંસ હવાલદાર બલ બહાદુર અને ગનર ભદ્રેશ્વર પાઠક (મરણોત્તર) ને અભૂતપૂર્વ શૌર્ય માટે વીર ચક્ર પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

યાદ રહે કે હાલમાં જે વિજય મશાલો દેશની યાત્રા કરી રહી છે તેમને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલમાંથી પ્રગટાવવામાં આવી છે. આ મશાલોને એ યુદ્ધમાં અપૂર્વ શૂરવીરતાનું પ્રદર્શન કરનારા સૈનિકોના ગામોમાં પણ લઈ જવામાં આવી રહી છે. આ પ્રસંગે ૧૯૭૧ ના યુદ્ધમાં ભાગ લઈને અપ્રતિમ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરનારા પૂર્વ સૈનિકો/સેનાધિકારીઓ કર્નલ વિનોદ ફલનીકર, મેજર જનરલ એ.ડી. નારગોલવાલા( વી. એસ. એમ), મેજર સુબોધ દેસાઈ, સ્ક. લીડર નવીન એમ. દવે અને સિપાહી કરમ સિંહનું રેજીમેન્ટ સેનાપતિ બ્રિગે. બી. એસ.પોસ્વાલ(સેના મેડલ) ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj