junagadh advocate murder

wife kills husband: જૂનાગઢમાં વકીલની હત્યા કેસનો થયો ખુલાસો- પત્ની જ નિકળી ખૂની, ઉંઘમાં જ કાપી નાખ્યું પતિનું ગળુ

wife kills husband: રોજ દારૂ પીને હેરાન કરતા પત્નીએ ખેલ્યો ખૂની ખેલ

જૂનાગઢ, 07 સપ્ટેમ્બરઃ wife kills husband: જૂનાગઢમાં મંગલધામ સોસાયટીમાં રહેતા નિલેશ દાફડા નામના વકીલની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખૂદ પત્નીએ જ વકીલ પતિનું ગળુ કાપીને હત્યા કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

જૂનાગઢના મધુરમ નજીક આવેલા મંગલધામ વિસ્તારમાં રહેતા 38 વર્ષનાં વકીલ નિલેષભાઇ દેવસીભાઇ દાફડાની સોમવારે સવારે તેના ઘરમાંથી ગળુ કાપેલી અને લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે સી-ડિવીઝન પોલીસને જાણ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. આમમાં તપાસ કરતા તિક્ષ્ણ હથિયારથી વકીલનું ગળું કાપી હત્યા થયાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તેના સગા-સંબંધીની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ Bus accident: ધંધુકા-બગોદરા હાઈવે પર ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, બસ પલટી મારતા 35 મુસાફરો ઘાયલ, 11ની હાલત ગંભીર

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, નિલેશની દારૂ પીને ઝઘડો કરવાની આદતથી પત્ની કાજલ કંટાળી ગઇ હતી. રવિવારની સાંજે નિલેશ ફરીથી દારૂ પીને પત્ની કાજલ સાથે ઝઘડો કરતો હતો. ત્યારબાદ રાત્રિના સમયે કાજલે નિલેશને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું. કાજલે ચપ્પુ લઇને નિલેશનું ગળું કાપી નાંખ્યું. જે બાદ કાજલ આખી રાત ઘરે જ રહી અને સવારે તેણે પોતાના સાસરિયાના ઘરે જઇને કહ્યું કે, નિલેશે આત્મહત્યા કરી છે. જેથી તેની નણંદે પોલીસને આત્મહત્યાની જાણ કરી હતી.

પોલીસને તપાસ કરતા વકીલની પત્ની કાજલ પર શંકા ગઇ હતી જેથી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં કાજલે જણાવ્યું કે, પતિ નિલેષ દારૂ પી અવાર નવાર માથાકુટ કરી હેરાન કરતા હતા. આ કારણથી ગત રાત્રે તેઓ ઉંઘી રહ્યા હતા તે સમયે છરીથી ગળુ કાપી હત્યા કરી હતી. કાજલની આ કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Whatsapp Join Banner Guj