Case filed against 38 celebs

Case filed against 38 celebs: સલમાન ખાન, અજય- અક્ષય સહિતના 38 કલાકારો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ થયો- વાંચો શું છે મામલો?

Case filed against 38 celebs: દિલ્હીના વકીલે અરજી દાખલ કરતા બોલિવૂડ અને ટોલીવુડની 38 હસ્તીઓની ધરપકડની માગ કરી છે

બોલિવુડ ડેસ્ક, 07 સપ્ટેમ્બરઃ Case filed against 38 celebs: બોલિવૂડના સુપર સ્ટાર એક્ટર સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર સહિત ટોલીવુડની હસ્તીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી બે વર્ષ પહેલા હૈદરાબાદમા થયેલા દિશા રેપ કેસને લઈને કરવામાં આવી છે. દિલ્હીના વકીલે અરજી દાખલ કરતા બોલિવૂડ અને ટોલીવુડની 38 હસ્તીઓની ધરપકડની માગ કરી છે. વકીલનો આરોપ છે કે, આ હસ્તીઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેપ પીડિતાના નામને સાર્વજનિક કર્યુ હતું અને તેમના પરિવારની ઓળખને સાર્વજનિક કરી હતી

હૈદરાબાદમાં લગભગ એક વર્ષ પહેલા દેશને હચમચાવી નાખનાર દિશા રેપ કેસના બે વર્ષ પુરા થઈ ચુક્યા છે દેશની આ શરમજનક ઘટના હૈદરાબાદમાં આવેલા બહારના વિસ્તારમાં થઈ હતી, જ્યાં એક 26 વર્ષિય પશુ ડોક્ટર સાથે ચાર લોકોએ ગેંગરેપ કર્યો હતો. જ્યાં પીડિતાને જીવતી સગળાવી દેવામાં આવી હતી. આ મામલાને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ધરપકડ કરાયેલા લોકોનો ક્રાઈમ સીન ફરાર થયા બાદ પોલીસે આરોપીઓના એન્કાઉન્ટર કરી નાખ્યા હતા

આ પણ વાંચોઃ wife kills husband: જૂનાગઢમાં વકીલની હત્યા કેસનો થયો ખુલાસો- પત્ની જ નિકળી ખૂની, ઉંઘમાં જ કાપી નાખ્યું પતિનું ગળુ

બોલિવૂડ કલાકારોની લાંબી યાદી છે. બે વર્ષ બાદ બોલિવૂડની આ હસ્તીઓ બરાબરની ફસાઈ છે. દિલ્હીના એક વકીલે અરજી દાખલ કરીને બોલિવૂડ અને ટોલીવૂડની 38 જેટલી હસ્તીઓ(Case filed against 38 celebs)ની ધરપકડ કરવાની માગ કરી છે. જેમાં રવિ તેજા, રકુલ પ્રિત, સલમાન ખાન, અક્ષય કુમાર જેવા લોકપ્રિય નામ શામેલ છે. આ લિસ્ટમાં અનુપમ ખેર, ફરહાન અખ્તર, અજય દેવગનના નામ પણ શામેલ છે.

આ ટોલીવૂડ કલાકારો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મહારાજા રવિ તેજા, રકુલ પ્રિત સિહ, અલ્લૂ સિરીસ, તથા અસલી નામનો ઉલ્લેખ કરનારા કેટલાય અન્ય સેલેબ્રિટી પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ કલાકારો વિરુદ્ધ દિલ્હીના વકીલ ગૌરવ ગુલાટીએ શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 228 એ અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે અને તીસ હજારી કોર્ટમાં એક અરજી કરી છે.

Whatsapp Join Banner Guj