Maharashtra

Accident in maharashtra: મહારાષ્ટ્રના વર્ધામાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, સાત મેડિકલ વિદ્યાર્થીઓના મોત

Accident in maharashtra: વાહને કાબુ ગુમાવ્યો અને સીધુ નજીકના નદીના પુલ પરથી પડી ગયું

મુંબઈ, ૨૫ જાન્યુઆરીઃ Accident in maharashtra: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી આઘાતજનક બનાવ બન્યો હતો, જેમાં બર્થ-ડે સેલિબ્રેશન માટે જઈ રહેલા મેડિકલના વિદ્યાર્થીઓની ફોરવ્હીરલનો એક્સિડન્ટ થયો હતો, જેમાં સાત મેડિકલના વિદ્યાર્થીઓના મોત થયા હતા.

સ્થાનિક પોલીસના કહેવા મુજબ વર્ધા જિલ્લાના સેલસુરામાં આ દુર્ઘટના બની હતી, જેમાં ફોર વ્હીલર એસયુવી કાબુ ગુમાવતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: Prime Minister’s National Children’s Award-2022: અન્વી ઝાંઝરૂકિયાને વડાપ્રધાન ના હસ્તે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-2022’ એનાયત

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવલીથી વર્ધા જતા માર્ગ પર સેલસુરા પાસે આ અકસ્માત થયો હતો. વાહને કાબુ ગુમાવ્યો અને સીધુ નજીકના નદીના પુલ પરથી પડી ગયું. લગભગ 40 ફૂટ લાંબુ અને પહોળું ફોર વ્હીલર નીચે પડી ગયું હતું, જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મૃતકમાં ભંડારા જિલ્લાના ધારાસભ્ય વિજય રહંગદલેનો પુત્ર પણ હતો.

Gujarati banner 01