Active case in india:ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં 43 ટકાનો વધારો, ઓમિક્રોનના કેસ વધીને 961 થયા

Active case in india: ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13154 કેસ સામે આવ્યા છે

નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ Active case in india: દુનિયાના બીજા દેશો કોરોનાના રેકોર્ડ બ્રેક કેસોનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં પણ હવે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13154 કેસ સામે આવ્યા છે અને કોરોનાના નવા કેસોમાં 43 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.તેના પહેલા દેશમાં એક દિવસમાં કોરોનાના 9915 નવા કેસ સામે આવ્યા હતા.

આ પણ વાંચોઃ Vaccines effective against omicron: વધતા એમિક્રોનના કેસ વચ્ચે WHOના વૈજ્ઞાનિકે કહ્યું- ઓમિક્રોન સામે વેક્સિન અસરકારક- વાંચો વિગત

ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 268 લોકો મોતને ભેટયા છે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધીને 961 થઈ ગયા છે.દેશમાં ઓમિક્રોનના સૌથી વધારે  કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમા છે.આ બંને રાજ્યમાં 500 કરતા વધારે ઓમિક્રોન કેસ છે.ભારતમાં હવે ઓમિક્રનનો આંકડો 1000ને સ્પર્શવા આવ્યો છે.

દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 82000 પર પહોંચી ચુકી છે.જ્યારે કોરોનાનો રિકવરી રેટ વધીને 98 ટકા થઈ ગયો છે.

Whatsapp Join Banner Guj