Aditya L1 Mission Launched

Aditya-L1 Mission Launched: ઈસરોએ ફરી એકવાર અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો, Aditya-L1 સફળતાપૂર્વક લૉન્ચ

Aditya-L1 Mission Launched: ઈસરોએ સૂર્ય મિશન આદિત્ય L1 નું શ્રીહરિકોટા ખાતેથી સફળ પરિક્ષણ કર્યું

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બરઃ Aditya-L1 Mission Launched: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, ઈસરોએ સૂર્ય મિશન આદિત્ય L1 નું શ્રીહરિકોટા ખાતેથી સફળ પરિક્ષણ કર્યું છે. આ લોન્ચિંગ બાદ ઈસરોએ ફરી એક વાર અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. ભારતનું પહેલા સૂર્ય મિશન, આદિત્ય એલ-1ના પ્રક્ષેપણને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે.

આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો… Surat Ventura Airconnect: વેન્ચુરા એરકનેક્ટના બે ચાર્ટડ પ્લેનમાં વધુ એક પ્લેનને ઉમેરો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો