Caipton amrindersingh

Amarinder Singh announces to form a new party: કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું કર્યું એલાન

Amarinder Singh announces to form a new party: અમરિન્દર સિંઘે એ સ્પષ્ટ કર્યું નથી કે, પંજાબ ચૂંટણી 2022માં ભાજપ સાથે ગઠબંધન કરશે કે નહીં.

ચંડીગઢ, ૨૭ ઓક્ટોબર: Amarinder Singh announces to form a new party: પંજાબ કોંગ્રેસમાં એક સાથે ત્યાં તેર તૂટે તેવી દશા બની છે. આગામી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં એક બાદ એક રાજકીય ભૂકંપ આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે આજે બુધવારે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અમરિન્દર સિંઘે હાલમાંઆ જ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. તેમજ કેપ્ટને કહ્યું કે, નવી પાર્ટીનું ગઠન કરી રહ્યા છે અને જલ્દીથી તેનું નામ જણાવવામાં આવશે. જોકે, અમરિન્દર સિંઘે એ સ્પષ્ટ કર્યું નથી કે, પંજાબ ચૂંટણી 2022માં ભાજપ સાથે ગઠબંધન કરશે કે નહીં.

Amarinder Singh announces to form a new party; કેપ્ટન અમરિન્દર સિંઘે કોંગ્રેસ હાઇકમાન્ડને પણ જડબાતોડ જવાબ આપ્યો, તેમણે કહ્યું કે 18 પોઈન્ટ પ્રોગ્રામમાં તેમણે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને બતાવી દીધું હતું કે શું કામ કર્યું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનું 5 વર્ષ જૂનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના કાર્યાલયમાં કેટલું કામ થયું છે. તેમણે કહ્યું કે, પંજાબમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે મેનિફેસ્ટોનું 92 ટકા કામ પૂર્ણ કર્યું છે અને અમુક કામ એવા હતા જે પૂરા નહોતા થઈ શકતા.

આ પણ વાંચો…Gujarat Board exam: બોર્ડની પરીક્ષાને લઇ આ બાબતે સ્પષ્ટતા કરવા શિક્ષક સંઘની માંગ, ગુજરાત બોર્ડ પણ 30 ટકા કોર્સ ઘટાડે તેવી શક્યતા

નોંઘનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ અમરિન્દર સિંઘને મુખ્યમંત્રી પદે હટાવીને ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં અમરિન્દર સિંઘ હવે કોંગ્રેસને જોરદાર નુકસાન પહોંચાડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. જોકે તેમણે હાલ તો એમ કહ્યું છે કે અત્યારે પાર્ટીનું નામ બતાવી નથી શકતો કારણ કે હજુ તો મને પણ નથી ખબર. અમરિન્દરે કહ્યું કે વકીલ ચૂંટણી આયોગ સાથે વાતચીત કરી રહ્યા છે. ચૂંટણી આયોગ તરફથી પાર્ટીનું નામ અને સિમ્બોલ કન્ફર્મ થઈ જશે પછી જાહેર કરી દેવામાં આવશે.

Whatsapp Join Banner Guj