Yog training camp: જામનગર ખાતે અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાઈ

Yog training camp: દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વિષે લેફ્ટનન્ટ મનોજ બ્રિસ્ટ અને લેફ્ટનન્ટ સુષ્મિતા વગેરે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૭ ઓક્ટોબર:
Yog training camp: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે યોજના અન્વયે જામનગર શહેરમાં ઝોનકક્ષાની શિબિરનું આયોજન તા.૨૦/૧૦/૨૦૨૧ થી ૨૫/૧૦/૨૦૨૧ દરમ્યાન આઈ.ટી.આઈ.જામનગર ખાતે કરવામાં આવેલ હતી.

આ શિબિરમાં (Yog training camp) વ્યક્તિત્વ વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્યપદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે જેહાદ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવકોની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Yog training camp, Jamnagar

આ પણ વાંચો…Nawab malik alleged: સમીર વાનખેડે પર નવાબ મલિકનો વધુ એક મોટો આરોપ, જાહેર કર્યું ‘નિકાહનામુ’

જેમાં યોગ અંગે બેન્કીંગ સેવાઓ વિશે બંધન બેન્કના ચિરાગ પટેલ, ફાયર સેફટી અંગે ફાયર ઓફિસર જશ્મીન પટેલ, આપાતકાલીન સેવાઓનું મોહિત સિસોદિયા, ટ્રાફિક નિયમનનું ટ્રાફિક ઇન્સ્પેકટર આર.જી.ચૌધરી, કાયદાકીય પોલીસ સબ ઇન્સ્પેકટર એન.વી.હરિયાણી, વ્યસનમુક્તિ અંગે સમાજ સુરક્ષા વિભાગના SDO ઉદયકુમાર વ્યાસ, યુવક મંડળ વિષે નેહરુ યુવા કેન્દ્રના એચ.એન. ખીમસુરીયા, રમત ગમત વિષે ડો.દિલીપ વ્યાસ, સંસ્કૃતિ વિશે લલિત જોશી, NCC વિષે રમેશ જોશી, દિવ્યાંગની યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Whatsapp Join Banner Guj

આ ઉપરાંત સરકારી ભરતીની તૈયારીઓ માટેનું માર્ગદર્શન જયેશભાઈ વાઘેલા તેમજ દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વિષે લેફ્ટનન્ટ મનોજ બ્રિસ્ટ અને લેફ્ટનન્ટ સુષ્મિતા વગેરે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ તકે જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી મહેશજી ઠાકોર, ભગીરથસિંહ જાડેજા, ભરતભાઈ પરમાર, ITIના પ્રિન્સીપાલ એમ.એમ. બોચિયા, ઈન્સ્ટકટર કાનજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.