VHP crackers protest 1

Protest against posters of gods and goddesses in fireworks: અમદાવાદના નરોડામાં બજરંગ દળ દ્વારા ફટાકડામાં દેવી –દેવતાના પોસ્ટરનો વિરોધ

Protest against posters of gods and goddesses in fireworks: સામાન્ય સ્ટોલ ધારકોને હજારો રૂપિયાનું થશે નુકશાન,મોટા વેપારીઓને પહેલાથી સમજાવો તો કોઈને ના થાય નુકશાન : નાના વેપારીઓ

અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: Protest against posters of gods and goddesses in fireworks: ભારતમાં અને હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર એટલે દરેક નાગરિકનો તહેવાર ,જેમાં ઘંઘો કરીને ફેરીયાથી લઈને નાના -મોટા તેમજ ઉધોગપતિઓ અંદાજે વર્ષના અડધા ભાગનું કમાઈ લેતા હોય છે. જો કે અમદાવાદના નરોડામાં હજારો રૂપિયા આપીને ફટાકડાના સ્ટોલ બનાવનાર નાના વેપારીઓને આ વખતે મોટા પાયે નુકશાન થાય તેવું સર્જાયું છે.

કારણ કે હિંદુ વાદી સંગઠનોએ દેવી –દેવતાના ચિત્ર અને પોસ્ટર વાળા ફટાકડા વેચવા સામે લાલ આંખ કરી છે અને મનાઈ ફરમાવી છે તો બીજી બાજુ વેપારીઓનું કહેવું છે કે આ બધા કામ જયારે બે મહિના બાકી હોય ત્યારે પહેલાથી મોટા વેપારીઓને સરકાર જ કહી દેતી હોય તો નાના અને શ્રમજીવી વેપારીઓને આટલું મોટું નુકશાન વેઠવાનો વારો નાં આવે .

આ પણ વાંચો…Amarinder Singh announces to form a new party: કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું કર્યું એલાન

Protest against posters of gods and goddesses in fireworks: દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસ બાકી રહયા છે ત્યારે ચાલુ વર્ષે નાના –મોટા વેપારીઓને ઘંઘો સારો થવાની આશા છે કારણ કે ગત વર્ષે કોરોનાના કારણે દિવાળીમાં અગાઉની જેમ વેપાર થયો ના હતો. પરંતુ બે દિવસ પહેલા અમદાવાદના નરોડા ગામમાં ફટાકડાંના સ્ટોલ પર વિશ્વ હિંદુ પરિષદ અને તેની મહિલા પાંખ માતૃશક્તિના કાર્યકરો ગયા હતા અને દેવી-દેવતાના ચિત્ર વાળા ફટાકડાં ના વેચવા ચીમકી આપી હતી.

ત્યારે હજારો રૂપિયા આપીને સ્ટોલ લેનાર નાના અને શ્રમજીવી વેપારીઓનું કહેવું છે કે અમે તો ઉધાર નાણાં લઈને અથવા તો ક્રેડીટ પર મોટા વેપારીઓ પાસેથી ફટાકડાંઓ વેચવા લાવતા હોય છે હવે એમાં ક્યાં જોવા જઈએ કે દેવી-દેવતાના ચિત્ર છે કે નહિ અને વર્ષોથી જે ફટાકડાઓ વેચાતા હોય તે લાવતા હોઈએ છીએ.

ત્યારે આ રીતે હવે અમુક સંગઠનના કાર્યકરો(Protest against posters of gods and goddesses in fireworks) આવીને અમને ધમકાવે અને વેચાણ કરવાની ના પાડે તો અમારે તો નફો તો ઠીક મૂડીમાં પણ ખોટ જશે .જયારે અન્ય એક સ્ટોલ ધારકે કહ્યું હતું કે દેવું કરીને આ વર્ષે ધંઘો કરવા રૂપિયા લાવ્યા છીએ હવે આ લોકો આ પ્રકારના ફટાકડા વેચવાની મનાઈ કરે છે ત્યારે અમે તો અભણ માણસ છીએ પણ આ લોકો તો ભણેલા ગણેલા છે તો એમને ખબર નથી પડતી કે અમે ઘરે ફટાકડાં નથી બનાવતાં જે લોકો બનાવે છે તેમને બે મહિના પહેલા જ ના પાડી દેતા હોય અને એમને જ ધમકી આપતાં હોય કે દેવી-દેવતાના ચિત્ર વાળા ફટાકડાં બનાવવા નહિ તો તે બજારમાં જ નાં આવે હવે અમે તો ખરીદી લીધા અને નાં વેચીએ તો અમારે તો દિવાળી દેવાળું કરીને જશે.

Whatsapp Join Banner Guj

દરમિયાન સ્થાનિક સામાજિક કાર્યકર જીગર મહારાજે પણ તેમની એફબી પર આ પ્રકારની પોસ્ટ લખીને હિંદુ સંગઠનોને દિવાળીના બે મહિના પહેલા જાગવા અનુરોધ કર્યો હતો અને નાના વેપારીઓને હેરાન –પરેશાન ના કરવા સુચન કર્યું હતું .