Baby girl born with this miracle

Baby girl born with this miracle: નવરાત્રિના શુભ દિવસોમાં આ પરિવારમાં આવી દીકરી, આ ચમત્કાર સાથે થયો જન્મ- જુઓ વીડિયો

Baby girl born with this miracle: ડોક્ટરોનું કહેવું છે કે સમય પહેલા જન્મ લેવાને કારણે બાળકીની આંગળીઓ પર નિશાન છે

નવી દિલ્હી, 03 એપ્રિલઃBaby girl born with this miracle: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં જન્મેલી એક બાળકી ચર્ચાનો વિષય બની રહે છે. નવરાત્રીના પહેલા દિવસે આ અનોખી બાળકીના જન્મને લોકો ચમત્કાર માની રહ્યા છે. ખરેખર, છોકરીની આંગળીઓ પર મહેંદી છે. તેનો જન્મ રાહતગાંવ આરોગ્ય કેન્દ્રમાં શનિવારે વહેલી સવારે થયો હતો. જો કે ડોક્ટરોનું કહેવું છે કે સમય પહેલા જન્મ લેવાને કારણે બાળકીની આંગળીઓ પર નિશાન છે.

નોંધનીય છે કે રાહતગાંવ હેલ્થ સેન્ટરમાં આ બાળકીનો જન્મ થતાં જ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જરૂરી તપાસ અને કાળજી લીધા બાદ જ્યારે તેઓ બાળકીને માતા જૂહી વિશ્વાસ અને પિતા સૌરભ બિસ્વાસ પાસે લાવ્યા ત્યારે કેન્દ્રમાં ખુશીનો માહોલ હતો. ત્યાં હાજર સ્ટાફ અને લોકો આ છોકરી વિશે ચર્ચા કરવા લાગ્યા. આ વાત એટલી ફેલાઈ ગઈ કે આજુબાજુના લોકો પણ બાળકીને જોવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ભેગા થઈ ગયા.

આ પણ વાંચોઃ Doctors strike: આવતીકાલથી રાજ્યમાં 10 હજાર જેટલા તબીબ હડતાળ પર- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Heat wave alert: હવામાન વિભાગે રાજ્યના આ શહેરોને કર્યા એલર્ટ, ગરમીનો પારો થશે 43 ડીગ્રીને પાર

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.