Covid vaccine e1623415005177

Corona Vaccine: ભારતમાં ૫૮ લાખ કોરોના ની રસીના ડોઝ બરબાદ થયા- વાંચો શું છે મામલો

મહારાષ્ટ્રમાં આશરે ૧૦ લાખ જેટલા કોરોના વેક્સિન(Corona Vaccine)ના ડોઝ બરબાદ થયા છે..!

નવી દિલ્હી, 16 એપ્રિલઃ દેશભરમાં અત્યારે રસીકરણ(Corona Vaccine)નું કામ પૂરજોશમાં ચાલુ છે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે ભારતમાં ૫૮ લાખ કોરોના ની રસીના ડોઝ બરબાદ થયા છે. આ બરબાદીમાં સૌથી મોખરાનું સ્થાન મહારાષ્ટ્રનું છે. મહારાષ્ટ્રમાં આશરે ૧૦ લાખ જેટલા કોરોના વેક્સિન(Corona Vaccine)ના ડોઝ બરબાદ થયા છે.

Whatsapp Join Banner Guj

વાત એમ છે કે કોરોનાની રસી(Corona Vaccine) ની એક બાટલી ખોલવામાં આવે ત્યારબાદ ચાર કલાકમાં ૧૦ થી ૨૦ લોકોને દવા આપી દેવી પડે. આ રીતની વ્યવસ્થા ન થવાને કારણે અનેક બાટલી માં રહેલા રસી(Corona Vaccine)ના ડોઝ બરબાદ થયા છે. આમ એક તરફ 18 વર્ષથી ઉપરના લોકો ને રસી(Corona Vaccine) નથી આપવામાં આવી રહી, ત્યારે બીજી તરફ અડધો કરોડ જેટલા ડોઝ ફેંકી દેવામાં આવ્યા છે. આ બધાને કારણે ભારત સરકારને 90 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.

આ પણ વાંચો….

સોશિયલ મીડિયાના માધ્યમથી વિજય રુપાણી(CM Vijay Rupani)એ લોકોનું કર્યુ સંબોધન, કહી આ મોટી વાત

ADVT Dental Titanium