Dawood Ibrahim

Dawood Brother In Law Murdered: ડૉન દાઉદ ઇબ્રાહીમના જીજાજીની ગોળી મારી હત્યા, બદલાના કરાણે લેવાયો જીવ- જાણો વિગત

Dawood Brother In Law Murdered: દાઉદ ઈબ્રાહીમના એક સંબંધી અને કથિત રૂપે જમાઈ નિહાલ ખાનની બુધવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ Dawood Brother In Law Murdered:ભાગેડુ માફિયા ડૉન દાઉદ ઈબ્રાહીમના એક સંબંધી અને કથિત રૂપે જમાઈ નિહાલ ખાનની બુધવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તે મુંબઈથી ભત્રીજાના લગ્નના રિસેપ્શન માટે યુપીના જલાલાબાદ પહોંચ્યો હતો. તે દાઉદના ભાઈ ઇકબાલ કાસકરનો બનેવી પણ હતો.

આ પણ વાંચોઃ Heavy rain forecast in 10 states: વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સને લીધે હવામાન વિભાગનું 10થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, નિહાલ ખાન જલાલાબાદના ચેરમેન શકીલ ખાનનો સાળો પણ હતો. તે 2016માં શકીલની ભત્રીજીને લઈને ભાગી ગયો હતો. જોકે પછીથી સમાધાન થઇ જતાં મામલો ઉકેલાઈ ગયો હતો. શકીલે કહ્યું કે નિહાલ 15 ફેબ્રુઆરીએ ફ્લાઈટ ચૂકી ગયો હતો. તે બાય રોડ અહીં આવ્યો હતો. મને લાગે છે કે મારો ભાઈ કામિલ હજુ 2016ની ઘટનાને લઈને નિહાલથી નારાજ હતો અને તે બદલો લેવા માગતો હતો.