Manohar Joshi Pass Away

Manohar Joshi Pass Away: મહારાષ્ટ્રના પૂર્વ CM અને શિવસેનાના પ્રથમ CM નેતા મનોહર જોશીનું થયું નિધન, બાળઠાકરેના હતા વિશ્વાસુ

Manohar Joshi Pass Away: અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

મુંબઇ, 23 ફેબ્રુઆરીઃ Manohar Joshi Pass Away: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી.

આ પણ વાંચોઃ Dawood’s Brother In Law Murdered:  ડૉન દાઉદ ઇબ્રાહીમના જીજાજીની ગોળી મારી હત્યા, બદલાના કરાણે લેવાયો જીવ- જાણો વિગત

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે 86 વર્ષીય મનોહર જોશી છેલ્લા કેટલાક સમયથી બીમારીનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં તેમને મગજનો હુમલો થતાં આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મનોહર જોશીના પાર્થિવ દેહને તેમના હાલના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા વેસ્ટ ખાતે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.