Rain

Heavy rain forecast in 10 states: વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સને લીધે હવામાન વિભાગનું 10થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

Heavy rain forecast in 10 states: ગત ૨૪ કલાક દરમિયાન પણ ઉ.પ્ર. અને બિહાર સહિત કેટલાએ રાજ્યોમાં પવનના ઝપાટા સાથે વરસાદ થયો હતો.

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ Heavy rain forecast in 10 states: હવામાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વોત્તર અને પૂર્વ ભારતની આસપાસનાં ક્ષેત્રોમાં 23 ફેબ્રુઆરી સુધી ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે. જ્યારે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વર્ષા અને હિમવર્ષા થવાની શક્યતા છે. કેટલાયે ક્ષેત્રોમાં કરા પડવાની પણ શક્યતા છે. તેથી આઈએમડીએ યલો એલર્ટ પ્રસિદ્ધ કર્યો છે.

હવામાન વિભાગ (આઈએમડી) વધુમાં જણાવે છે કે સબ હિમાલયન, પ. બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વર્ષા સાથે કરા પડવાની શકયતા છે. વેસ્ટરન ડીસ્ટ્રબન્સને લીધે ૨૪ થી ૨૬ ફેબુ્રઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની અને હિમવર્ષા થવાની ગતિવિધી દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Snow Storm in J&K: જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાન વચ્ચે ઘણા લોકો ફસાયા, એક પ્રવાસીનું મોત- જુઓ વીડિયો

પંજાબ, હરિયણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આગામી ૨૪ કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વર્ષા થવાની સંભાવના છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત ૨૪ કલાક દરમિયાન પણ ઉ.પ્ર. અને બિહાર સહિત કેટલાએ રાજ્યોમાં પવનના ઝપાટા સાથે વરસાદ થયો હતો. આ કારણે તૈયાર થયેલો અને પાકવામાં આવતો ઊભો પાક ઘણે અંશે નાશ પામ્યો છે.

અરૂણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે (૨૩મીએ) ભારે વર્ષા અને હિમવર્ષા થવાની સંભાવના છે. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં હિમવર્ષાની સંભાવના છે. બિહારમાં કાલે ગાજવીજ સાથે ભારે વર્ષા થવા સંભવ છે. દિલ્હી એનસીઆરમાં ઉષ્ણતામાન અનુક્રમે ૧૧ થી ૨૫ ડીગ્રી રહેવા સંભવ છે. જયારે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને લીધે ભૂસ્ખલનની પણ શકયતા છે તેમ ચંડીગઢ સ્થિત ડીજીઆરઈ જણાવે છે. સાથે કિન્નૌર, લાહોલ સ્પિતિ, શીમલા, ચંબા ને કુલ્લુ વિસ્તારોમાં હિમસ્ખલનની ભીતિ રહેલી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો