Arvind kejariwal 2

સીએમ કેજરીવાલે લીધો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે દિલ્હીમાં લોકડાઉન(delhi Lockdown) લાગુ..! વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…

રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (delhi Lockdown)  લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે

નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (delhi Lockdown)  લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ શહેરમાં કોરોનાની આ ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને સીએમ કેજરીવાલની બેઠક થઈ હતી જેમાં આ નિર્ણય લેવાયો. આ લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે અને વિકેન્ડ લોકડાઉન(delhi Lockdown) જેવા જ પ્રતિબંધો લાગુ રહેશે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી કે આ લડાઈમાં જનતાની મદદ જરૂરી છે. અમે દરેક ચીજને જનતા સામે રજુ કરી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે. દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈ પણ મોતના આંકડા છૂપાવ્યા નથી. દિલ્હીમાં કેટલા બેડ્સ, આઈસીયુ બેડ્સ અને હોસ્પિટલોની શું હાલત છે તે અમે જનતાને જણાવી છે. 

delhi Lockdown

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં દરરોજ 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. દિલ્હીમાં બેડ્સની ભારે અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલોમાં દવાઓ નથી. ઓક્સિજન નથી. દિલ્હીની હેલ્થ સિસ્ટમ હવે વધુ દર્દીઓ લઈ શકે તેમ નથી આથી લોકડાઉન (Lockdown) ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી કોરોના નથી જતો પણ સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન(delhi Lockdown) નાનું રહેશે. તે દરમિયાન અમે દિલ્હીમાં બેડ્સની સંખ્યા વધારીશું. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકડાઉન(delhi Lockdown) દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન લગ્નો માટે લોકોને ઈ પાસ આપવામાં આવશે. જો કે કાર્યક્રમમાં ફક્ત 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે જરૂરી સેવાઓ ઉપરાંત ફૂડ સર્વિસ, અને મેડિકલ સર્વિસ ચાલુ રહેશે. આ અંગે જરદી એક વિસ્તૃત આદેશ બહાર પાડવામાં આવશે. 

delhi Lockdown

નોંધનીય છે કે, પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પ્રવાસી મજૂરોને દિલ્હી છોડીને ન જવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જ્યારે લોકડાઉન(delhi Lockdown)  લગાવવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે જવા લાગ્યા હતા. મારી તમને બધાને અપીલ છે કે તમે દિલ્હી છોડીને ન જાઓ. તમારો ખ્યાલ રાજ્ય સરકાર રાખશે. 

ઉલ્લેખનીય છે કે, વેપારી સંગઠન કન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ CAIT) એ કોરોનાના વધતા કેસને જોતા દિલ્હીમાં 15 દિવસના પૂર્ણ લોકડાઉન(delhi Lockdown)ની માગણી કરી હતી. સંસ્થાએ આ અંગે દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો અને ટ્વિટ કરીને પણ તે વિશે જાણકારી આપી. આ બાજુ CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે કોરોના મહામારીનો કેર દેશભરમાં ખુબ ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં જે પ્રકારે કેર વધી રહ્યો છે તેને જોતા તત્કાળ પ્રભાવથી પૂર્ણ લોકડાઉન જરૂરી છે. 

આ પણ વાંચો…

દેશની દયનીય સ્થિતિઃ આ કેન્દ્રિયમંત્રી(v.k.singh)ના ભાઇ માટે પણ હોસ્પિટલમાં બેડ નથી, મંત્રીએ માંગી મદદ..!