sonu sood 600x337 1

FIR registered against Sonu Sood: અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો

FIR registered against Sonu Sood: સોનુ સૂદની બહેન માલવિકા સૂદ સચ્ચર મોગાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી હતી. મતદાનના દિવસે સોનુ સૂદનું વાહન જપ્ત કરવામાં આવ્યું હતું

બોલિવુડ ડેસ્ક, 24 ફેબ્રુઆરી: FIR registered against Sonu Sood: પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પોલિંગ બૂથ નજીકથી મળી આવ્યા બાદ પંજાબ પોલીસે સોનુ સૂદની કારને જપ્ત કરી લીધી છે. આ પછી, જ્યારે પોલીસને માહિતી મળી કે તે મોગાના લંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો છે, ત્યારે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સોનુ સૂદ વિરુદ્ધ મોગા સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે સોનુ સૂદની બહેન માલવિકા સૂદ સચ્ચર મોગાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી હતી. મતદાનના દિવસે સોનુ સૂદનું વાહન જપ્ત કરવામાં આવ્યું હતું અને તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે અભિનેતાને મતદારોને કથિત રીતે પ્રભાવિત કરી રહ્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ મોગામાં મતદાન મથક પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Ayurvedic detox drinks: શરીર માંથી બીમારીઓ ને દૂર કરવા આ આયુર્વેદિક ડિટોક્સ ડ્રિંક્સ છે અદ્ભુત; જાણો તેના ફાયદા વિશે

બીજી તરફ, પોતાનો પક્ષ રાખતાસોનુ સૂદે એક ન્યૂઝ એજન્સી ને જણાવ્યું કે તેઓ માત્ર નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. “અમને વિપક્ષ, ખાસ કરીને અકાલી દળના લોકો દ્વારા વિવિધ બૂથ પર ધમકીભર્યા કોલ વિશે જાણવા મળ્યું. કેટલાક બૂથ પર નાણાંની વહેંચણી કરવામાં આવી રહી છે. તેથી નિષ્પક્ષ ચૂંટણીની તપાસ કરવી અને તેની ખાતરી કરવી એ આપણી ફરજ છે.’

સોનુ સૂદે કહ્યું કે આ કારણોસર તે બહાર ગયો હતો. અત્યારે તે ઘરે છે. સોનુ સૂદે કહ્યું કે નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ. સોનુ સૂદે પહેલા લોકડાઉનમાં લોકોની ઘણી  મદદ કરી હતી, ત્યારબાદ ચાહકોએ તેને રિયલ લાઈફ હીરોનો ટેગ આપ્યો હતો. સોનુ સૂદે ઘરોથી દૂર ફસાયેલા લોકોને તેમના ગામો અને શહેરોમાં પાછા મોકલવા  માટે ખુબ મહેનત કરી હતી.

Gujarati banner 01