PM Modi inaugurates oxygen plant

Highest civilian award to Pm modi: આ દેશે કર્યુ વડાપ્રધાન મોદીનું સન્માન, એનાયત કર્યો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર- વાંચો વિગત

Highest civilian award to Pm modi: ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર વડે સન્માન કર્યું

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ Highest civilian award to Pm modi: ફરી એક વખત વિદેશમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર વડે સન્માન કર્યું છે. ભૂતાનના વડાપ્રધાને ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર Ngadag Pel gi Khorlo વડે સન્માનિત કરવામાં આવ્યા છે. 

ભૂતાને મિત્રતા અને આંતરિક સહયોગ માટે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર આપ્યો છે. ભૂતાન સરકારે જણાવ્યું કે, મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ સહયોગ આપ્યો. ભૂતાને આ પુરસ્કાર માટે પોતાના લોકો તરફથી શુભેચ્છા આપતા જણાવ્યું કે, તેમને હંમેશા એક મહાન અને આધ્યાત્મિક મનુષ્ય તરીકે જોયા છે. ભૂતાને વડાપ્રધાન મોદીને તેમના દેશ પધારવા માટેનું આમંત્રણ પણ આપ્યું છે. 

આ પણ વાંચોઃ Bumper and bike accident: મહેસાણાના કાંસા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં જ પતિ- પત્ની અને પુત્રના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા

આ પહેલી વખત નથી બન્યું જ્યારે કોઈ દેશે વડાપ્રધાનને પોતાનું સર્વોચ્ય નાગરિક સન્માન એનાયત કર્યું હોય. અગાઉ પણ યુએઈ, માલદીવ્સ અને રશિયા જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે. 

  • 2016માં સાઉદી અરેબિયાએ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર King Abdulaziz Sash Award એનાયત કર્યો હતો. તે જ વર્ષે અફઘાનિસ્તાને પણ સર્વોચ્ય નાગરિક સન્માન Ghazi Amir Amanullah Khan એનાયત કર્યું હતું. 
  • ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઈને પીએમ મોદીને પોતાના સર્વોચ્ય નાગરિક સન્માન Grand Collar વડે સન્માનિત કર્યા હતા. તે જ વર્ષે દક્ષિણ કોરિયાએ તેમનું Seoul Peace Prize વડે સન્માન કર્યું હતું. પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક કામ કરવાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ પીએમ મોદીનું Champions of the Earth એવોર્ડ વડે સન્માન કર્યું હતું. 
  • 2019માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને પોતાના દેશના સર્વોચ્ય નાગરિક સન્માન Order of St. Andrew the Apostle વડે સન્માનિત કર્યા હતા. 
  • 2019માં જ UAEએ પણ પીએમ મોદીને પોતાના સર્વોચ્ય સન્માન Zayed Medal વડે પુરસ્કૃત કર્યા હતા. તે જ વર્ષે માલદીવ્સે પણ તેમને પોતાનું સર્વોચ્ય સન્માન Rule of Izzudeen એનાયત કર્યું હતું. 
Whatsapp Join Banner Guj