CM at Income tax department Cyclothon 2021

Income tax department Cyclothon-2021: મુખ્યમંત્રીએ આયકર વિભાગ દ્વારા આયોજિત ‘સાયક્લોથોન’ 2021ને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન

Income tax department Cyclothon-2021; સાયક્લોથોન-2021 ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • Income tax department Cyclothon-2021: સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રોમાં કાર્યરત રહી આયકર વિભાગ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન વિભાગ આપી રહ્યો છે
  • ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી જીવંત કરવાનો પ્રયાસ અત્યંત સરાહનીય
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આવકવેરા વિભાગે ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી જીવંત કરવાનો સરાહનીય પ્રયોગ કર્યો છે.

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૧૭ ડિસેમ્બરઃ
Income tax department Cyclothon-2021: ભારત સરકારના આયકર વિભાગ, અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત સાયકલ રેલીને અમદાવાદના આયકર ભવન, વેજલપુરથી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 1918માં જે માર્ગ પર સત્યાગ્રહીઓ દ્વારા ખેડા સત્યાગ્રહ કરાયો હતો તે જ માર્ગ પર અમદાવાદથી ખેડા જિલ્લાના નડિયાદ સુધી આયકર વિભાગ દ્વારા સાયક્લોથોન-2021 ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડા સત્યાગ્રહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક ક્રાંતિકારી પગલું અને ખેડા જિલ્લાના ખેડૂતોએ દુષ્કાળની પૃષ્ઠભૂમિમાં દમનકારી કર વ્યવસ્થા સામે કરેલુ શાંતિપૂર્ણ આંદોલન હતું. મુખ્યમંત્રીએ કહ્યું કાયદા હેઠળ મહત્તમ આવકની વસૂલાત માટે અનુરૂપ વાતાવરણ પૂરું પાડવું એ જ આવકવેરા વિભાગનો ધ્યેય છે.

તેમણે ઉમેર્યું કે, કર વસૂલાત સિવાયના પણ સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રોમાં કાર્યરત રહી આયકર વિભાગ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન વિભાગ આપી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં આયકર વિભાગ પોતાના શ્રેષ્ઠ પ્રદાનથી આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની નેમ પાર પાડશે એવો તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, શ્યામજીકૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણા, વીર સાવરકર, મદનલાલ ધીંગરા, ભગતસિંહ જેવા રાષ્ટ્રવીરોની તપસ્યા, ત્યાગ અને બલિદાનને યાદ કર્યા હતા.

Income tax department Cyclothon-2021

તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીજીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી દાંડીની યાત્રા હોય કે ૧૯૧૮માં દુકાળના કપરા કાળમાં પણ ખેડૂતો પાસેથી કર વસુલવાની અંગ્રેજોની નીતિ સામેનો ખેડા સત્યાગ્રહ હોય ગુજરાતે આઝાદી આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

આવકવેરા વિભાગ દ્વારા આયોજીત સાયક્લોથોન – 2021ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રવિન્દ્ર કુમાર, પ્રધાન મુખ્ય આયકર આયુક્ત પ્રવિણ કુમાર તેમજ આયકર મહાનિર્દેશક એસ.એમ.રાણા. ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Jio use WhatsApp for grocery delivery: જિયો હવે કરિયાણું અને શાકભાજીની ડિલિવરી માટે વોટ્સએપનો ઉપયોગ કરશે

Whatsapp Join Banner Guj