new variant

omicron case update: ઝડપથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, આ શહેરમાં નોંધાયા 10 નવા દર્દી, દેશમાં કુલ 97 કેસ

omicron case update: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 97 થઈ ગઈ છે અને દિલ્હીમાં સંક્રમિતોનો આંકડો 20 થઈ ગયો

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ omicron case update: કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના 10 નવા સંક્રમિતો સામે આવ્યા છે. કુલ 40 લોકોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં 10 લોકોમાં ઓમિક્રોનનું સંક્રમણ નોંધાયું છે. આ કારણે હવે દેશભરમાં ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. 

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા 97 થઈ ગઈ છે અને દિલ્હીમાં સંક્રમિતોનો આંકડો 20 થઈ ગયો છે. ગત રોજ કોરોનાના 85 નવા કેસ સામે આવ્યા હતા જેમાંથી 40 લોકોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમાં નવા કેસ સામે આવ્યા છે. ગુરૂવારે જે સંક્રમિતો નોંધાયા તેમણે છેલ્લા 4 મહિનાનો રેકોર્ડ બ્રેક કર્યો છે. તેવામાં ડોક્ટર્સ લોકોને વિશેષ સાવધાની રાખવા માટે કહી રહ્યા છે. 

દેશ-વિદેશમાં જે રીતે ઓમિક્રોનના નવા કેસ સામે આવી રહ્યા છે તે એક મોટા જોખમની ઘંટડી સમાન છે. યુકેમાં એક જ દિવસમાં રેકોર્ડ સમાન 88,376 કેસ નોંધાયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ સંક્રમણની ભયાનકતાને લઈ ચેતવણી આપી છે. 

આ પણ વાંચોઃ Highest civilian award to Pm modi: આ દેશે કર્યુ વડાપ્રધાન મોદીનું સન્માન, એનાયત કર્યો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર- વાંચો વિગત

Whatsapp Join Banner Guj