Identification of killed in odisha train accident: ભારતીય રેલવે એ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ માટે અપીલ કરી

Identification of killed in odisha train accident: ઓડિશા સરકારના સમર્થનથી, મૃતકોના ફોટાની લિંક્સ તે હોસ્પિટલમાં દાખલ અને અજાણ્યા મૃતદેહો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે

નવી દિલ્હી, 05 જૂનઃ Identification of killed in odisha train accident: ઓડિશા ના બહાનાગા ખાતે દુર્ભાગ્યપૂર્ણ રેલ દુર્ઘટનામાં જે લોકો હજુ પણ તેમના સંબંધીઓ થી અજાણ છે. તેમના પરિવારોને સુવિધા આપવા માટે, ભારતીય રેલ્વેએ ઓડિશા સરકારના સહયોગથી તેમને શોધવાની પહેલ કરી છે.

આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારના સભ્યો/સંબંધીઓ/મિત્રો અને શુભેચ્છકો નીચે આપેલ લિંક દ્વારા મૃતકોના ફોટા, વિવિધ હોસ્પિટલમાં દાખલ મુસાફરોની યાદી અને અજાણ્યા મૃતદેહો શોધી શકે છે.

ઓડિશામાં બહાનાગા રેલ અકસ્માતમાં મૃતકોના ફોટાની લિંક:

https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf

વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા મુસાફરોની યાદીની લિંક:

https://www.bmc.gov.in/train-accident/download/Lists-of-Passengers-Undergoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf

SCB કટક ખાતે સારવાર હેઠળ અજાણી વ્યક્તિઓની લિંક:

https://www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pdf

રેલ્વે હેલ્પલાઇન નંબર 139 આ રેલ દુર્ઘટનામાં અસરગ્રસ્ત મુસાફરોના પરિવારો/સંબંધીઓને જોડવા માટે ચોવીસ કલાક કાર્યરત છે.

આ હેલ્પલાઈન 139 વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા સંચાલિત છે. ઉપરાંત, BMC હેલ્પલાઇન નંબર 18003450061/1929 પણ 24×7 કામ કરે છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરી, ભુવનેશ્વરે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે જ્યાંથી, વાહનોની સાથે, લોકોને તેમની ઇચ્છા મુજબ હોસ્પિટલ અથવા શબઘરમાં મોકલવામાં આવશે. આ સુવિધા માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

આ પણ વાંચો… World Environment Day Celebration: વિશ્વ પર્યાવરણ દિનની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો