leena show the character of shiva parvati smoking

leena show the character of shiva parvati smoking: લીનાએ કાલી માતા બાદ શિવ-પાર્વતીનાં પાત્રોને સિગરેટ પીતા દર્શાવી નવો વિવાદ છેડ્યો- વાંચો વિગત

leena show the character of shiva parvati smoking: લીનાનું  અગાઉનું પોસ્ટર ટ્વિટર દ્વારા ડિલીટ કરાયું છે અને તનેી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન પણ કેનેડામાં રદ કરાયું

નવી દિલ્હી, 08 જુલાઇઃ leena show the character of shiva parvati smoking: કાલી માતા પોસ્ટર વિવાદ હજી ઠંડો નથી પડ્યો ત્યાં બીજો વિવાદ ઉભો થયો છે. કેનેડાની ફિલ્મ સર્જક લીના મણિમેકલાઈએ અગાઉ કાલી માતાને સિગરેટ પીતાં દર્શાવતું પોસ્ટર રજૂ ર્યા બાદ હવે શિવ અને પાર્વતીના વેશ ધારી કલાકારોને સિગરેટ પીતાં દર્શાવી ફરી વિવાદ છેડયો છે. 

લીનાનું  અગાઉનું પોસ્ટર ટ્વિટર દ્વારા ડિલીટ કરાયું છે અને તનેી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન પણ કેનેડામાં રદ કરાયું છે. એ પછી લીનાએ આ બીજી ઈમેજ શેર કરી છે. તેમાં લીનાએ દર્શાવ્યું છે કે આ મારી ફિલ્મનું પોસ્ટર નથી. આ તો શિવ અને પાર્વતીનું પાત્ર ભજવનારા કલાકારો બાદમાં કેવી રીતે પોતાની સામાન્ય જિંદગી જીવે છે તે દર્શાવવાનો પ્રયાસ છે. 

આ પણ વાંચોઃ Raj Babbar sentenced to 2 years in jail: કોંગ્રેસી નેતા અને અભિનેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા, હવે ઉપરી અદાલતમાં અરજી કરશે- વાંચો શું છે મામલો?

લીનાએ અન્ય એક ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે ભારત વિશ્વની સૌથી મોટો લોકશાહી છે પરંતુ હવે તે નફરત પેદા કરતી સિસ્ટમ બની ચુકી છે. અત્યારે હું ક્યાંય સુરક્ષા અનુભવતી નથી. 

જોકે, તેની આ હરકતથી લોકો વધારે ભડક્યા છે અને તેની ધરપકડની માગણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લીના સામે અગાઉ જ ભારતમાં એફઆઈઆર થઈ ચુકી છે.  લોકોએ તેની આ હરકતોને સસ્તી પ્રસિદ્ધિ ખાટવાથી માંડીને હિંદુ ધર્મના અપમાન સહિતનીકોમેન્ટસ સાથે વખોડી કાઢી છે. 

આ પણ વાંચોઃ Big Announcement About National Games 2022: CM ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, પહેલીવાર નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે- વાંચો વિગત

Gujarati banner 01