Raj Babbar sentenced to 2 years in jail

Raj Babbar sentenced to 2 years in jail: કોંગ્રેસી નેતા અને અભિનેતા રાજ બબ્બરને 2 વર્ષની સજા, હવે ઉપરી અદાલતમાં અરજી કરશે- વાંચો શું છે મામલો?

Raj Babbar sentenced to 2 years in jail: રાજ બબ્બરને વર્ષ 1996ની એક ચૂંટણી દરમિયાન મતદાન અધિકારી સાથે મારપીટ કરવાના આરોપસર દોષી ઠેરવ્યા છે

મુંબઇ, 08 જુલાઇઃ Raj Babbar sentenced to 2 years in jail: કોંગ્રેસી નેતા અને બોલિવુડના જાણીતા અભિનેતા રાજ બબ્બરને બે વર્ષ સજા સંભળાવવામાં આવી છે. એમપી/એમએલએ કોર્ટે અભિનેતા અને કોંગ્રેસી નેતા રાજ બબ્બરને વર્ષ 1996ની એક ચૂંટણી દરમિયાન મતદાન અધિકારી સાથે મારપીટ કરવાના આરોપસર દોષી ઠેરવ્યા છે. આ સાથે જ રાજ બબ્બરને 2 વર્ષની કેદની સજા પણ સંભળાવવામાં આવી છે. 

ધારાસભ્યો અને સાંસદોની કોર્ટના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ અમ્બરીષ કુમાર શ્રીવાસ્તવે સરકારી કામમાં અડચણરૂપ બનવાના તથા મારપીટના આરોપસર રાજ બબ્બરને 2 વર્ષનો કારાવાસ અને 6,500 રૂપિયાના દંડની સજા સંભળાવી છે. સુનાવણી દરમિયાન રાજ બબ્બર પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેસમાં રાજ બબ્બરની સાથે આરોપી રહેલા અરવિંદ સિંહ યાદવનું સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હતું. 

આ પણ વાંચોઃ Big Announcement About National Games 2022: CM ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, પહેલીવાર નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, લખનૌ કોર્ટે નિર્ણય સામે અરજી દાખલ કરવાનો અવસર આપીને રાજ બબ્બરને વચગાળાના જામીન પર મુક્ત કરી દીધા છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસી નેતા આ નિર્ણય સામે ઉપરી કોર્ટમાં અપીલ કરશે.  

આ બની હતી ઘટના

વાત એમ છે કે, રાજ બબ્બર 1996ના વર્ષમાં સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા. તેઓ સપા માટે લોકસભાના ઉમેદવાર હતા અને અટલ બિહારી વાજપેયી સામે ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે પોલિંગ બૂથના અધિકારી સાથે વિવાદ થયો હતો અને મારપીટ થઈ ગઈ હતી. 

મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણાએ બીજી મે 1996ના રોજ રાજ બબ્બર તથા અરવિંદ સિંહ યાદવ ઉપરાંત અજ્ઞાત લોકો સામે એફઆઈઆર દાખલ કરાવી હતી. 

આ પણ વાંચોઃ Former japanese pm shinzo abe shot: જાપાનના પૂર્વ PM શિંજો આબે પર ગોળીબાર, છાતીમાં વાગી ગોળી- હાલ સારવાર હેઠળ-સ્થિતિ ગંભીર

Gujarati banner 01