CM Bhupendra Patel

Big Announcement About National Games 2022: CM ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, પહેલીવાર નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે- વાંચો વિગત

Big Announcement About National Games 2022: આ મહાખેલમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે

ગાંધીનગર, 08 જુલાઇઃ Big Announcement About National Games 2022: ગુજરાત ઓલિમ્પિકની તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજાવાની જાહેરાત કરાઈ છે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે.

ગુજરાત પહેલીવાર આ પ્રકારના નેશનલ લેવલના રમોત્સવની યજમાની કરવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. 36 મી નેશનલ ગેમ્સ 2022 ઈવેન્ટ ગુજરાતના આંગણે રમાશે. જે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયા યોજાશે. અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં તેનું આયોજન કરાશે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. 

ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ 2022 નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે. વિવિધ કારણોથી સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સની આખરે જાહેરાત થઈ છે.

આ પણ વાંચોઃ Former japanese pm shinzo abe shot: જાપાનના પૂર્વ PM શિંજો આબે પર ગોળીબાર, છાતીમાં વાગી ગોળી- હાલ સારવાર હેઠળ-સ્થિતિ ગંભીર

ભારતીય ઓલિમ્પિક સંગના મહાસચિવ રાજીવ મહેતા આ માહિતી આપી હતી કે, આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાશે. આ નિર્ણય ગુજરાત ઓલિમ્પિક સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી લેવાયો છે. ગુજરાત સરકારે આ ગેમ્સના આયોજન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને સ્વીકારમાં આવી હતી. આગામી થોડા દિવસોમાં આ જાહેરાત કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Hindu tithi: આજે ભડલી નોમ- આવતી કાલથી ગૌરી વ્રત શરુ, 13મીએ ગુરુ પૂર્ણિમા અને 14મીએ જયા પાર્વતી વ્રત શરૂ- વાંચો અન્ય તીથી વિશે

Gujarati banner 01