Prohibition on religious attire

US Ambassador tweet on hijab controversy: હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાન બાદ અમેરિકાની થઈ એન્ટ્રી- વાંચો વિગત

US Ambassador tweet on hijab controversy: બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલાના રાજદૂત રાશદ હુસૈને કહ્યું કે  કર્ણાટક સરકારે કોઈએ ધાર્મિક પોષાક પહેરવો જોઈએ કે નહીં તે અંગે નિર્ણય કરવો જોઈએ નહીં.

વોશિંગ્ટન, 12 ફેબ્રુઆરીઃ US Ambassador tweet on hijab controversy: કર્ણાટક હિજાબ વિવાદમાં પાકિસ્તાન  બાદ હવે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલાના રાજદૂત રાશદ હુસૈને કહ્યું કે  કર્ણાટક સરકારે કોઈએ ધાર્મિક પોષાક પહેરવો જોઈએ કે નહીં તે અંગે નિર્ણય કરવો જોઈએ નહીં. ભારતીય મૂળના હુસૈને પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે કોઈ વ્યક્તિની ધાર્મિક આઝાદી સુનિશ્ચિત કરવા માટે તેને તેનો ધાર્મિક પોષાક પહેરવાની આઝાદી હોવી જોઈએ.

અમેરિકાની જો બાઈડેન સરકારના આ અધિકારીએ ટ્વીટ કરીને લખ્યું કે પોતાનો ધાર્મિક પોષાક પહેરવો એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ છે. ભારતીય પ્રદેશ કર્ણાટકે ધાર્મિક પહેરવેશની મંજૂરી નિર્ધારિત કરવી જોઈએ નહીં. શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક આઝાદનું હનન છે અને મહિલાઓ તથા છોકરીઓ માટે ખાસ ધારણ બનાવે છે અને તેમને હાશિયામાં ધકેલે છે. 

આ અગાઉ  પાકિસ્તાને કર્ણાટક મુદ્દે ભારતીય રાજનયિકને સમન પાઠવ્યું હતું. પાકિસ્તાને ભારતના રાજનયિકને અપીલ કરી કે તેઓ ભારત સરકારના હિજાબ વિરોધી કેમ્પેઈન પ્રત્યે પાકિસ્તાનની ગંભીરતાથી અવગત કરાવે. પાકિસ્તાનના મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને ચૌધરી ફવાદ હુસૈન પણ હિજાબ વિવાદ પર ભારતની ટીકા કરી ચૂક્યા છે. 

આ પણ વાંચોઃ last night fire in horror house kankaria: કાંકરિયા ખાતે મોડી રાત્રે હોરર હાઉસમાં આગ ફાટી નીકળતા મોટું નુકસાન

એમ્બેસેડર એટ લાર્જ એવા રાજદૂત હોય છે જેમને વિશેષ જવાબદારીઓ અપાય છે પરંતુ તેઓ કોઈ ખાસ દેશ માટે નિયુક્ત હોતા નથી. રાશદ હુસૈન બિહાર સાથે સંબંધ ધરાવે છે. 41 વર્ષના હુસૈનને 500 પ્રભાવશાળી મુસ્લિમ લોકોમાં સામેલ કરાયા હતા. તેમને ગત વર્ષ જુલાઈ મહિનામાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિભાગના એમ્બેસેડર એટ લાર્જ નિયુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઉડુપીની એક સરકારી કોલેજમાં કોલેજ પ્રશાસનના નિયમ વિરુદ્ધ જઈને 6 વિદ્યાર્થીઓ હિજાબ પહેરીને કોલેજ આવી હતી. ત્યારબાદ કર્ણાટકની અન્ય કોલેજોમાં પણ હિજાબ અંગે વિવાદ ઊભો થઈ ગયો. હિજાબના વિરોધમાં કેટલાક વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ ભગવા શાલ ઓઢીને શાળા કોલેજ આવવા લાગ્યા. જેના કારણે મામલાએ તૂલ પકડ્યું. કર્ણાટકના શિવમોગા અને બાગલકોટ જિલ્લાઓમાં હિજાબ વિવાદને લઈને પથ્થરમારાના અહેવાલ પણ સામે આવ્યા હતા. 

Gujarati banner 01