Snow Storm in JK

Snow Storm in J&K: જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાન વચ્ચે ઘણા લોકો ફસાયા, એક પ્રવાસીનું મોત- જુઓ વીડિયો

Snow Storm in J&K: વહીવટીતંત્ર દ્વારા વાહનવ્યવહાર ફરીથી શરુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

શ્રીનગર, 22 ફેબ્રુઆરીઃ Snow Storm in J&K: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગના બેક કન્ટ્રી વિસ્તારમાં  હિમપ્રપાત થયો હતો. જેના કારણે કેટલાક સ્કીઅર્સ ફસાયા છે. નોંધનીય છે કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતાં મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા વાહનવ્યવહાર ફરીથી શરુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Ram Mandir donations: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિના પૂર્ણ, શ્રદ્ધાળુઓ અને દાનમાં મળેલી રકમનો આંકડો થયો જાહેર

હાલ ગુલમર્ગમાં વિન્ટર ગેમ્સનો આજે બીજો દિવસ છે અને ગુલમર્ગમાં વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. દેશ-વિદેશના ખેલાડીઓની સાથે સાથે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને પ્રવાસીઓ પણ અહીં પહોંચ્યા છે. આ દરમિયાન હિમસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે જ્યારે બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો