PM modi in kashi

PM modi in kashi: PM મોદીનું કાશીમાં ભવ્ય સ્વાગત,વિશ્વનાથ ભગવાનના આશીર્વાદ -જુઓ ફોટો અને વીડિયો

PM modi in kashi: કાશી વિશ્વનાથ મંદિર સંકુલની બહાર મુસ્લિમ સમુદાય દ્વારા શરણાઈ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી, 10 માર્ચઃ PM modi in kashi: પ્રધાનમંત્રી પવિત્ર નગરી કાશીમાંથી ત્રીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ત્રીજી વાર ઉમેદવાર જાહેર થયાં બાદ પીએમ મોદી શનિવારે કાશી પહોંચ્યાં હતા.

સૌથી પહેલા તેમણે કાશીમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. કાશી વિશ્વનાથ મંદિર સંકુલની બહાર મુસ્લિમ સમુદાય દ્વારા શરણાઈ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પીએમ મોદીએ કાશીમાં 28 કિમી લાંબો રોડ શો કર્યો હતો અને તે દરમિયાન ભાજપ કાર્યકરો બન્ને બાજુ ગોઠવાઈ ગયાં હતા અને પુષ્પવર્ષા કરતાં રહ્યાં હતા. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સવારમાં આસામના કાઝીરંગા પાર્કની મુલાકાત લીધી હતી અને અહીં હાથી પર સવારી કરીને ગેંડા જોવાનો આનંદ માણ્યો હતો. આસામનો કાઝીરંગા નેશનલ પાર્ક દુનિયાનો એકમાત્ર એવો પાર્ક છે કે જ્યાં ગેંડા જોવા મળે છે.  

આ પણ વાંચોઃ Mansukh Mandaviya visit Porbandar: પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાએ જલારામ બાપા અને ખોડિયારમાતા આશીર્વાદ લીધા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો