Election Commissioner Arun Goel Resign

Election Commissioner Arun Goel Resign: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરૂણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું- વાંચો વિગત

Election Commissioner Arun Goel Resign: અરૂણ ગોયલના રાજીનામા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર હવે ચૂંટણી પંચનું નેતૃત્વ કરશે

નવી દિલ્હી, 10 માર્ચઃ Election Commissioner Arun Goel Resign: ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે લોકસભા ચૂંટણી પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.

image 20

રાજપત્ર નોટિફિકેશન અનુસાર, અરૂણ ગોયલનું રાજીનામું 9 માર્ચ 2024થી પ્રભાવી છે. ગોયલ, જેમને 21 નવેમ્બર 2022ના ચૂંટણી કમિશનરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પહેલા ભારત સરકારમાં ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવના રૂપમાં કાર્ય કર્યું હતું. તેમના રાજીનામા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર હવે ચૂંટણી પંચનું નેતૃત્વ કરશે. 

આ પણ વાંચોઃ PM modi in kashi: PM મોદીનું કાશીમાં ભવ્ય સ્વાગત,વિશ્વનાથ ભગવાનના આશીર્વાદ -જુઓ ફોટો અને વીડિયો

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની પાસે પદ બચ્યું છે. ભારતીય ચૂંટણી પંચમાં પહેલાથી એક પદ ખાલી હતું. આ સાથે ત્રણ સભ્યોની સમિતિમાં વધુ એક પદ ખાલી થઈ ગયું છે. લોકસભા ચૂંટણી નજીક છે. તેવામાં અચાનક અરૂણ ગોયલનું રાજીનામું ચોંકાવનારૂ પણ છે.  

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો