Mansukh

Mansukh Mandaviya visit Porbandar: પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાએ જલારામ બાપા અને ખોડિયારમાતા આશીર્વાદ લીધા

Mansukh Mandaviya visit Porbandar: મનસુખભાઈ માંડવિયાએ ગોંડલ ખાતે પણ રમાનાથ મંદિર, દાસી જીવણ મંદિર, અક્ષર ડેરી જેવા તીર્થસ્થાનો મા પણ આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ, 09 માર્ચઃ Mansukh Mandaviya visit Porbandar: આજે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર લોકસભા મતવિસ્તારના બીજા દિવસના પ્રવાસ દરમિયાન સવારે સૌથી પહેલા વિરપૂરધામ ખાતે જલારામબાપાના દર્શન કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યાર બાદ પોતાના હજારો સમર્થકો અને ઉત્સાહી નગરજનો સાથે પદયાત્રા કરી પાટીદાર સમાજના આત્મગૌરવ સમા ખોડલધામ મંદિર કાગવડ ખાતે આઈ ખોડિયારના ચરણોમાં શીશ ઝૂકાવી મા ખોડલના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પણ વાંચો… Congress Free Porbandar: અર્જુન મોઢવાડિયાના રાજીનામાંથી ખલબલી, કોંગ્રેસ મુક્ત બન્યું પોરબંદર

લોકસભાના ઉમેદવાર ઘોષિત થયા એ પછી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પહેલીવાર ખોડલધામ ખાતે માના દર્શને પધાર્યા ત્યારે તેમને વધાવવા ખમ્મૈયા કરવા હજારોની સંખ્યામાં માઈભક્તો ઊમટી પડ્યા હતા અને ‘ખમકારે ખોડલ સહાય છે!’ના જયઘોષ સાથે સમર્થકો અને શ્રધ્ધાળુઓએ મનસુખભાઈને વધાવ્યા હતા.

મા ખોડલમાં જેમની અપાર શ્રધ્ધા છે અને પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રેરણા માને છે એવા મનસુખભાઈએ પોતાના પ્રવાસની શરુઆત પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની વંદનાથી પ્રારંભ કરેલો અને આ પ્રવાસ ખોડલધામ ખાતે માનાં આંગણિયે કાગવડ ખાતે ભાવપૂર્ણ પૂરો કર્યો હતો.

ગોંડલ ખાતે પણ રમાનાથ મંદિર, દાસી જીવણ મંદિર, અક્ષર ડેરી જેવા તીર્થસ્થાનો મા પણ આશીર્વાદ મેળવ્યા હતા. જેતપુર અને ગોંડલ નગરની મુલાકાત દરમિયાન હજારો લોકો અને ભાજપના કાર્યકર્તાઓ એ ઠેર ઠેર ફૂલડે વધાવ્યા હતા. બે દિવસ દરમિયાન મનસુખભાઈએ સંત, શૂરા, જતિ અને સતિની ધરાની પરમ વંદના કરી હતી.

આ પણ વાંચોઃ Sukesh writes love letter to jacqueline: મહિલા દિવસે સુકેશે જેક્લીનને ફરી લખ્યો લવ લેટર, લખ્યુ- બેબી તને બહુ યાદ કરુ છું…જાણો વધુમાં શું લખ્યું?

આ દરમિયાન મનસુખભાઈ માંડવિયા સાથે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા,જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ મંત્રી/પ્રદેશ ભાજપા અધ્યક્ષ આર. સી. ફળદૂ, કિરીટસિંહ રાણા, ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ, પોરબંદર જિલ્લા ભાજપ, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખઓ, મહામંત્રીઓ અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને સમગ્ર યાત્રા દીપી ઊઠી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો