PM Modi Praised Indian Team

PM Modi Praised Indian Team: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ કપમાં ભારતીય ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી

PM Modi Praised Indian Team: અમે આજે અને હંમેશા તમારી સાથે છીએઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ખેલ ડેસ્ક, 20 નવેમ્બરઃ PM Modi Praised Indian Team: વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 240 રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ આસાનીથી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. આ હાર સાથે ફરી એકવાર ભારતીય ટીમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 

આ હાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય પ્રદર્શન બાદ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં હારી જતાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ લખ્યું “પ્રિય ટીમ ઈન્ડિયા.

વર્લ્ડ કપમાં તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય નોંધનીય હતા. તમે મહાન ભાવના સાથે રમ્યા છો અને રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ.”

આ પણ વાંચો… Fishing Harbor Fire: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો મોટો અકસ્માત, 25થી વધુ બોટ સળગીને રાખ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો