Rahul Gandhi image

PM takes back farmers law reaction: કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણય પર રાહુલ ગાંધીએ કહ્યું- ‘અન્નદાતાઓએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવ્યું’

PM takes back farmers law reaction: પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો

નવી દિલ્હી, 19 નવેમ્બરઃ PM takes back farmers law reaction: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત જવાની અપીલ પણ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા(PM takes back farmers law reaction) આપી હતી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (PM takes back farmers law reaction)કહ્યું કે, ત્રણેય કાળા કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત લોકશાહીની જીત અને મોદી સરકારના ઘમંડની હાર છે. છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોની ધીરજની આ જીત છે. મોદી સરકારની દૂરંદેશી અને અહંકારને કારણે સેંકડો ખેડૂતોએ જીવ ગુમાવ્યા તે દેશ ક્યારેય ભૂલી શકે નહીં. ખેડૂતોના આંદોલનમાં બલિદાન આપનારા તમામ ખેડૂતોને હું નમન કરું છું. આ તેમના બલિદાનની જીત છે.

અમરિંદર સિંહે ટ્વીટ કર્યું, સારા સમાચાર. ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા માટે પીએમ મોદીનો આભાર. મને ખાતરી છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે સાથે મળીને કામ કરતી રહેશે.

નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, કાળા કાયદાને રદ કરવાની સાચી દિશામાં આ એક પગલું. કિસાન મોરચાના સત્યાગ્રહને ઐતિહાસિક સફળતા મળી છે. તમારા બલિદાનને કારણે તે શક્ય બન્યું છે. રોડ મેપ દ્વારા પંજાબમાં ખેતીને પુનર્જીવિત કરવી એ પંજાબ સરકારની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.

અરવિંદ કેજરીવાલે આ અંગે જણાવ્યુ કે, આજે પ્રકાશ દિવસના દિવસે કેવા મહાન સમાચાર મળ્યા. ત્રણેય કાયદા રદ કરવામાં આવ્યા. 700થી વધુ ખેડૂતો શહીદ થયા. તેમની શહાદત અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ કરશે કે, કેવી રીતે આ દેશના ખેડૂતોએ જીવ જોખમમાં મૂકીને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારી સલામ

હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે ટ્વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવના અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરવા બદલ તમામ ખેડૂત સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ અને તરત જ તેમના ધરણા બંધ કરવા જોઇએ. તમારે ઘરે જવું જોઈએ અને તમારા નિયમિત કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ Google for India Event 2021: ગૂગલ પેમાં આવશે ‘Hinglish’ વિકલ્પ, બોલીને પૈસા થશે ટ્રાન્સફર,આ સાથે યૂ-ટ્યૂબ શૉર્ટ્સ એપ લૉંચની કરી જાહેરાત

Whatsapp Join Banner Guj