media handler 1

પુણેની સેનિટાઈઝર બનાવતી ફેક્ટરી(SVS Aqua Technologies)માં ભીષણ આગ, 17ના મોત- રેસ્ક્યુ કામગીરી ચાલુ

પુણે, 08 જૂનઃ મોટા સમાચાર આવી રહ્યા છે. અહી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી ગઈ છે. આ આગ લાગવાથી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા બતાવાય રહ્યા છે. ફાયર બિગ્રેડની ટીમ પણ ઘટના સ્થળ પર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉરવડે ગામમાં સ્થિત કંપની SVS Aqua Technologies માં લાગી. આ
એક સેનેટાઈજરની કંપની છે. એવુ બતાવાય રહ્યુ છે કે હજુ પણ ત્યા અનેક મજૂરો ફસાયા છે. તેમા મહિલઓનો પણ સમાવેશ છે. રાહત અને બચાવ કાર્ય ત્યા ચાલુ છે. એવુ બતાવાયરહ્યુ છે કે કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગ ઓલવવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે.

Whatsapp Join Banner Guj

પ્રાપ્ત થતી માહિતી અનુસાર SVS નામની આ કેમિકલ ફેક્ટરી(SVS Aqua Technologies)માં ક્લોરિન ડાયોક્સાઈડ બનાવવામાં આવતું હતું. કોરોના સંક્રમણ દરમિયાન સેનિટાઈઝરનું પ્રોડક્શન કરાઈ રહ્યું હતું. દુર્ઘટના પછી માલિક ફરાર થઈ ગયો છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

વડોદરા શહેર પોલીસે(Vadodra police) લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવા અપનાવ્યો આ અનોખો પ્રયોગ- વાંચો સંપૂર્ણ માહિતી