Tejashwi yadav edited e1687535161382

Tejashwi Yadav: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે વધુ પાંચ સાહેદોએ આપી જુબાની

Tejashwi Yadav: આ મામલે 28મી જૂને વધુ સુનાવણી હાથ ધરાશે

અમદાવાદ, 23 જૂનઃ Tejashwi Yadav: ગુજરાતીઓને ‘ઠગ’ કહનાર બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલી ખાની ફરિયાદમાં વધુ પાંચ સાહેદોએ કોર્ટમાં ફીટ જુબાની આપતાં તેજસ્વી યાદવની સમસ્યામાં વધારો થાય તેમ છે. આ મામલે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ દિપક જે. પરમારે વધુ સનાવણી 28મીં જૂને મુકરર રાખી છે.

બનાવની હકીકત એવી છે કે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે તાજેતરમાં એક ખાનગી ચેનલ સમક્ષ ઇન્ટરવ્યૂહ આપ્યો હતો. જેમા તેમણે ગુજરાતીઓને ઠગ કહ્યા હતાં. આ મામલે સરદારનગર વિસ્તારમાં રહેતા સમાજિક કાર્યકર હરેશભાઈ મહેતાએ મેટ્રો કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી હતી.

આજ રોજ થયેલી સુનાવણીમાં વધુ સાહેદો એ મેટ્રો કોર્ટમા ફીટ જુબાની આપતા તેજસ્વી યાદવની સમસ્યામાં વધારો થાય તો નવાઈ ની વાત નહીં

કોણે-કોણે જુબાની આપી

  • ગોરધનભાઈ શેખા (કુબેરનગર)
  • બલવંતભાઈ ઠક્કર (કચ્છ)
  • સુનિલ પારેશ (નવરંગપુરા)
  • વિપુલભાઈ દેસાઈ (સુરત)
  • કનૈયાભાઈ પંચાલ (વકીલ)

આ પણ વાંચો… Narmada 49 zones Red-Yellow Zones declared: નર્મદા જિલ્લાના ૪૯ ઝોન પૈકી ૨૯ “રેડ ઝોન” અને ૨૦ “યલો ઝોન” જાહેર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો