JAMES indian public school

JAMES indian public school: કુબેરનગર વિસ્તારમાં આવેલી જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલની દાદાગીરી

  • વાલીએ DEO અને શિક્ષણ સચિવને ફરિયાદ કરવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં
  • ‘‘દિકરી બચાવો-દિકરી પઢાવો’’ ના સરકારના સ્લોગનની ‘‘ઐસી કી તૈસી’’

JAMES indian public school: શાળામાં અભ્યાસ કરતી બે સગી નાની બહેનોને છારા હોવાથી પ્રવેશની પાડી ‘ના’

અમદાવાદ, 23 જૂનઃ JAMES indian public school: શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલી જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલ જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય સરકારના કોઈપણ નીતિ-નિયમનું પાલન કરતી નથી. વાલીઓ પાસે એડમીશન ફી ઉપરાંત ટ્રસ્ટના નામે પણ ફી ઉઘરાવી ખુલ્લેઆમ ઊઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આ મામલે એક વાલીએ ફરિયાદ કરતાં તેની બે સગી નાની દિકરીઓને છારા જાતિના હોવાથી પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લાં 28 વર્ષથી ભાજપની સરકાર સત્તા ચલાવી રહી છે. ગુજરાતની જનતાએ વિકાસના નામે ખૂબે-ખૂબે પોતાના મત પણ આપ્યા છે. રાજ્ય સરકારના ‘બેટી બચાવો-બેટી પઢાવો’ નો સ્લોગન વિશ્વ પ્રસિદ્ધ છે. જેનાથી ગરીબ-મધ્યમ વર્ગ પણ પોતાની દિકરીઓને ભણાવવા શાળામાં મોકલે છે. જેનાથી રાજ્યના શિક્ષણ સ્તરમાં વધારો થયો છે. દિકરીઓ આજે ડૉક્ટર, પાયલોટ, આર્મી, એન્જિનીયરીંગમાં પોતાનો દબદબો જમાવી દીધો છે.

બનાવની હકીકત એવી છે કે છારાનગર, કુબેરનગર ખાતે રહેતાં વિકાસ રૂપસીંગ ઘમંડેની બે સગી નાની-નાની દિકરીઓ અરલિના અને સોફીયા જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં સીનીયર કે.જી. અને ધો-1માં અભ્યાસ કરતી હતી. આ શાળાના ટ્રસ્ટી હિતેશ અંકલેશ્વરીયા અને પ્રિન્સિપાલ રેખા બહેન માણેક ટયુશન ફી, એડમીશન ફી ઉઘરાવતાં હતાં.

આ મામલે વાલી વિકાસ ઘમંડેએ ટ્રસ્ટ ફીના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ સચિવને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ કરી હોવા છતાં અત્યાર સુધી આ શાળાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ શાળાની વિરુદ્ધ ફરિયાદ કરનાર વિકાસ ઘમંડેની બંન્ને દિકરીઓને ધો-1 અને ધો-2માં પ્રવેશ આપવાની ના પાડી દેતાં કહ્યું હતું કે આ શાળામાં છારા જાતિના વિધાર્થીઓને આ વર્ષથી પ્રવેશ આપવાની ના પાડી દીધી છે. જાતિ મામલે ટ્રસ્ટી બોલતાં બોલાચાલી થઈ હતી. અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે પણ શાળાના ટસ્ટ્રીની ફરિયાદ લીધી છે. વાલીની ફરિયાદ લેવાની ના પાડી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી 20 વર્ષ પહેલાં વિધાર્થીઓને પ્રવેશ આપવા શાળાના શિક્ષકો ઘરે-ઘરે ફરતાં હતાં. શિક્ષણના વેપારી કરણના કારણે શાળાને પોતાનો ધંધો બનાવી ટ્રસ્ટીઓ ઊઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. આવી બેલાગુ શાળાઓની વિરુદ્ધ ફરિયાદ કરવા છતાં કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેની ચર્ચા હાલ લોક મુખે ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો… Tejashwi Yadav: બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે વધુ પાંચ સાહેદોએ આપી જુબાની

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો