Tomato

Tomato Prices in India: આ શહેરમાં મળે છે સૌથી સસ્તા ટામેટા, માત્ર આટલા રુપિયા પ્રતિ કિલો…

Tomato Prices in India: આસામના બારપેટામાં એક કિલો ટામેટાંનો ભાવ 40 રૂપિયા છે

નવી દિલ્હી, 11 ઓગસ્ટઃ Tomato Prices in India: દેશભરમાં લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ખાસ કરીને ટામેટાંના મોંઘા ભાવે પણ સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. શેરીઓથી લઈને સંસદ સુધી માત્ર ટામેટાંના વધતા ભાવની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર મોંઘવારી પર અંકુશ લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

જો કે ટામેટાંના ભાવ બે મહિના પહેલા જેટલા ઉંચા હતા તેટલા નથી. ઘણા શહેરોમાં હજુ પણ ટામેટાં 150 થી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જો કે ઘણા શહેરોમાં ટામેટાંના ભાવ સસ્તા થયા છે.

હાલમાં દેશમાં સૌથી સસ્તા ટામેટા આસામમાં વેચાય છે. આસામના બારપેટામાં એક કિલો ટામેટાંનો ભાવ 40 રૂપિયા છે. આવી સ્થિતિમાં આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ટામેટાં ખરીદવા આવી રહ્યા છે.

આ સાથે પંજાબના રોપરમાં બરપેટા બાદ સૌથી સસ્તું ટામેટું વેચાઈ રહ્યું છે. રોપરમાં ટામેટાંનો એક કિલોનો ભાવ રૂ.41 છે. જો કે પંજાબની રાજધાની ચંદીગઢમાં હજુ પણ ટામેટાં 140 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે.

એક જ રાજ્યમાં ટામેટાંના ભાવમાં ભારે તફાવત જોવા મળે છે

આ ઉપરાંત સસ્તા ટામેટાંના મામલે જમ્મુ-કાશ્મીર ત્રીજા ક્રમે છે. રાજધાની શ્રીનગરમાં એક કિલો ટામેટાની કિંમત રૂ.63 છે. આવી સ્થિતિમાં આસપાસના શહેરો અને ગામડાઓમાંથી પણ લોકો ટામેટાં ખરીદવા શ્રીનગર આવી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે એક જ રાજ્યમાં ટામેટાંના ભાવમાં ભારે તફાવત જોવા મળે છે. જ્યારે જમ્મુમાં ટામેટાં 167 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જોકે, જમ્મુની સરખામણીમાં કુપવાડામાં ટામેટાની કિંમત ઘણી ઓછી છે. અહીં ટામેટાની કિંમત 92 રૂપિયા પ્રતિ કિલો છે.

શ્રીનગર પછી હરિયાણાના પંચકુલામાં સૌથી સસ્તા ટામેટાં વેચાય છે. અહીં એક કિલો ટામેટાંનો ભાવ રૂ. 90 છે. અહીંના વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ટામેટાંના ભાવ વધુ ઘટશે. જોકે, હરિયાણાના તમામ જિલ્લાઓમાં ટામેટાના ભાવ એક સરખા નથી.

આ પણ વાંચો… Train Route Changed News: અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ અને ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચાલશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો