kisan andolan bharat band edited

અનોખો ઉપવાસઃ સવારે 9 થી 5 વાગ્યા સુધી આંદોલનકારી ખેડૂતો રાખશે ઉપવાસ અને ઉજવશે સદ્ભાવના દિવસ

Unique Farmers Fast સામાન્ય રીતે હડતાલ હોય કે ઉપવાસ હોય તે જે વસ્તુ મેળવવી હોય તે ન મળે ત્યાં સુધી રાખવામાં આવે છે અથવા તો ઉપવાસ સુર્ય ઉગતાની સાથે શરુ થાય છે,જે આખો દિવસ રહે છે. જ્યારે અહીં આંદોલનકારી ખેડૂતો અનોખો ઉપવાસ કરી રહ્યાં છે. જી, હાં આંદોલનકારી ખેડૂતો સવારે નવથી પાંચ વાગ્યા સુધી ઉપવાસ કરી રહ્યાં છે

kisan andolan bharat band edited

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ Unique Farmers Fast સામાન્ય રીતે હડતાલ હોય કે ઉપવાસ હોય તે જે વસ્તુ મેળવવી હોય તે ન મળે ત્યાં સુધી રાખવામાં આવે છે અથવા તો ઉપવાસ સુર્ય ઉગતાની સાથે શરુ થાય છે,જે આખો દિવસ રહે છે. જ્યારે અહીં આંદોલનકારી ખેડૂતો અનોખો ઉપવાસ કરી રહ્યાં છે. જી, હાં આંદોલનકારી ખેડૂતો સવારે નવથી પાંચ વાગ્યા સુધી ઉપવાસ કરી રહ્યાં છે. તે સાથે જ ખેડૂતો આજે સદભાવના દિવસની ઉજવણી પણ કરશે.

ખેડૂત નેતા દર્શનપાલ સિંહે જણાવ્યુ હતુ કે, ખેડૂત આંદોલનના કારણે બંધ કરવામાં આવેલા ઈન્ટરનેટને ફરીવાર શરૂ કરવામાં આવે. સરકાર હિંદુ અને શીખ વચ્ચે કોમી તોફાન કરાવવા માગે છે. જેથી આંદોલનમાં તોફાન કરાવવાના પ્રયાસ કરે છે. જોકે, દિલ્હી બોર્ડર પર ખેડૂત શાંતિપૂર્ણ રીતે આંદોલન કરશે.

Whatsapp Join Banner Guj

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂત આંદોલન યથાવત છે. આજે વેસ્ટ યુપીના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. જેમા મુઝફ્ફરપુરના ખેડૂતો પણ સામેલ થવાના છે. શુક્રવારે મળેલી ખેડૂત મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. આ સાથે દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂતો આજે સદભાવના દિવસની પણ ઉજવણી કરી રહ્યા છે.

આ પણ વાંચો….

ઈઝરાયેલ દૂતાવાસ નજીક બ્લાસ્ટની તપાસમાં થયો આ મોટો ખુલાસો, વિદેશ મંત્રી એસ.જયશંકરે ઇઝરાયેલી રાજદૂત સાથે કરી ટેલિફોનિક વાતચીત