195cfcc1fa7a831846e2b2ffb027c6b9

આતુરતાનો આવ્યો અંત KGF Chapter 2 રીલિઝ ડેટ થઇ જાહેર: આ દિવસે મોટા પડદા પર વાપસી કરશે ‘Rocky’

બોલિવુડ ડેસ્ક, 30 જાન્યુઆરીઃ કન્નડ અભિનેતા યશની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘KGF Chapter 2 ચેપ્ટર 2′ (KGF 2)ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક દિવસ પહેલા જ મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ હતું. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યુ હતુ. આ ફિલ્મના લીડ રોલમાં યશ નજર આવશે. તો સંજય દત્ત અને રવીના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે આખરે હવે આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત પણ થઈ ગઈ છે. ‘કેજીએફ ચેપ્ટર 2’ 16 જુલાઈ 2021ના દિવસે સિનેમાઘરોમાં દસ્તક દેશે.

195cfcc1fa7a831846e2b2ffb027c6b9

યશની સાથે આ વખતે ‘કેજીએફ ચેપ્ટર 2’ KGF 2 માં સંજય દત્ત અને રવીના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં એક નેતાના રૂપમાં રવીના ટંડનને જોઈ શકાય છે. તો સંજય દત્ત અધિરાના લુકમાં જોવા મળી રહ્યા છે. આ વખતે યશનું પાત્ર વધુ શાનદાર અને મોટું બનવા જઈ રહ્યું છે, જે તેમના ફેન્સને પસંદ આવશે.

Whatsapp Join Banner Guj

એટલુ જ નહી ‘કેજીએફ ચેપ્ટર 2’ (KGF Chapter 2)ના આ ટીઝરને યૂટ્યૂબ વ્યૂના કેસમા ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. આ ટીઝરને અત્યાર સુધી 130 મિલિયનથી પણ વધારે વખત જોવામા આવ્યું છે. આટલા વ્યૂ મેળવ્યા બાદ આ દુનિયાની સૌથી વધારે જોવામાં આવતું ટીઝર બની ગયુ છે. જણાવી દઈએ કે, KGF નો પ્રથમ પાર્ટ 2018માં રિલીઝ થયો હતો. કન્નડ, તમિલ, તેલુગૂ અને હિંદીમાં આવેલી આ ફિલ્મના નામે ઘણા રેકોર્ડ બન્યા છે.

આ પણ વાંચો….

અનોખો ઉપવાસઃ સવારે નવથી પાંચ વાગ્યા સુધી આંદોલનકારી ખેડૂતો રાખશે ઉપવાસ અને ઉજવશે સદ્વાવના દિવસ