Election

5 States Election Date: વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર; આ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ…

5 States Election Date: 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મતગણતરી યોજાશે

નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃ 5 States Election Date: લોકસભા ચૂંટણી પહેલા સેમિફાઇનલ સમાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે 5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ખબર હોય કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ઼, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

પ્રાપ્ત માહિતી મુજબ, મિઝોરમમાં 07 નવેમ્બરે મતદાન થશે. આ સાથે જ છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન, મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન યોજાશે. આ તરફ તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. મહત્વનું છે કે, 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મતગણતરી યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા.

60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે તેમણે 40 દિવસમાં 5 રાજ્યોની મુલાકાત લીધી. તમામ રાજ્યોના અધિકારીઓ, પોલીસ, બેંક અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓને મળ્યા જેઓ ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હશે. અમે દરેકનો પ્રતિભાવ લીધો.

તેમણે કહ્યું કે આ રાજ્યોમાં કુલ 16.14 કરોડ મતદારો છે. જેમાં 8.2 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

આ પણ વાંચો… Vibrant Gujarat Global Summit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ૧૧મી ઓક્ટોબરે ભવ્ય રોડ શોનું આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો