768 512 10673205 677 10673205 1613626597751

wedding gift: મોંઘવારીને જોતા વર-વધુ લગ્નમાં પેટ્રોલ, ડુંગળી અને ગેસ સિલિન્ડર ભેટમાં આપ્યા…જુઓ વીડિયો

wedding gift

તમિલનાડુ, 02 માર્ચઃ રોજ સવારે ઉઠતાની સાથે જ મોંઘવારીમાં વધવાની વાત જાણવા મળે છે. તેવામાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. પેટ્રોલ, ડુંગળી અને ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં તમિલનાડુમાં એક કપલને તેમના મિત્રોએ લગ્ન પર અનોખી ગિફ્ટ આપી. કોઈએ પેટ્રોલની બોટલ અને કેન આપ્યા તો કોઈએ ગેસ સિલિન્ડર ગિફ્ટ(wedding gift) કર્યું અને કોઈએ લગ્નની ગિફ્ટમાં ડુંગળી આપી. લગ્નના દિવસે આવી અનોખી ગિફ્ટ મેળવનાર આ કપલનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

wedding gift લઇને વીડિયોમાં તમે મહેમાનોને કપલની સાથે ઊભા રહેલા જોઈ શકો છો. મહેમાનોના હાથમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડ અને ડુંગળીની માળા દેખાઈ રહી છે અને બધા એક સાથે ઊભા છે અને સ્ટેજ પર પોઝ આપી રહ્યા છે. વીડિયોમાં બધા લોકો ખુશ લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન હસી રહી છે અને તે પોતાના હાસ્યને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

Whatsapp Join Banner Guj

વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું છે, ‘તમિલનાડુમાં કપલને લગ્નમાં પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને ડુંગળીની ગિફ્ટ(wedding gift) મળી.’ 45 સેકન્ડની આ વીડિયો ક્લિપ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે તેના પર લોકો રસપ્રદ કમેન્ટ્સ પર કરી રહ્યા છે.

આ પણ વાંચો…

નગરપાલિકા ચૂંટણી દ્વારા રાજ્યમાં ઓવૈસી(owaisi)ની એન્ટ્રીઃ મોડાસામાં 9 બેઠકો પર મેળવી જીત