Pocket Pizza Recipe

Pocket Pizza Recipe: બ્રેડથી ઘરે જ બનાવો પોકેટ પિઝા, દરેકને મજા આવશે

Pocket Pizza Recipe: જો તમને પોકેટ પિઝા ગમે છે તો આ માટે બહાર જવાની કે ઓર્ડર કરવાની જરૂર નથી, જાણો રેસિપી…

અમદાવાદ, 07 ઓગસ્ટઃ Pocket Pizza Recipe: પિઝાની વાત આવે ત્યારે બાળકોથી લઈને પુખ્ત વયના લોકોના મોંમાં પાણી આવી જાય છે. બજારમાં વિવિધ પ્રકારના પીઝા ઉપલબ્ધ છે. આજકાલ પોકેટ પિઝા ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમને પોકેટ પિઝા ગમે છે તો આ માટે બહાર જવાની કે ઓર્ડર કરવાની જરૂર નથી.

આજે અમે તમારા માટે પોકેટ પીઝા બનાવવાની એક સરળ રેસિપી લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે મિનિટોમાં ઘરે પીઝા તૈયાર કરી શકો છો. ચાલો તમને જણાવીએ પોકેટ પિઝાની સરળ રેસિપી

પોકેટ પિઝા માટે સામગ્રી

  • બ્રેડ સ્લાઈસ- 10 થી 15
  • 1 ચમચી સ્વીટ કોર્ન
  • અડધો કપ મોઝેરેલા ચીઝ
  • 1 ટીસ્પૂન બારીક સમારેલા લીલા કેપ્સીકમ
  • 1 ટીસ્પૂન બારીક સમારેલુ ગાજર
  • 1 ચમચી વટાણા
  • 1 ચમચી બારીક સમારેલા પીળા કેપ્સીકમ
  • 1 ટીસ્પૂન બારીક સમારેલ લાલ કેપ્સીકમ
  • સૂકી કેરીનો પાવડર
  • સેઝવાન ચટણી
  • મિક્સ હર્બ્સ
  • રેડ ચીલી ફ્લેક્સ
  • સ્વાદ માટે મીઠું
  • મેયોનીઝ

પોકેટ પિઝા બનાવવાની રીત

પોકેટ પિઝા બનાવવા માટે પહેલા બ્રેડની બે સ્લાઈસ લો. હવે તેની કિનારીઓને કાપી લો. આ પછી વેલણ વડે વણી લ્યો. હવે એક બાઉલમાં વટાણા, સ્વીટ કોર્ન, ત્રણેય કેપ્સિકમ અને ગાજર નાખો. તેમાં સેઝવાન ચટણી, મેયોનીઝ, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, મીઠું અને સૂકી કેરીનો પાવડર ઉમેરો.

આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ પછી બ્રેડ લો અને તેની કિનારીઓ પર હળવું દૂધ લગાવો. હવે તૈયાર મિશ્રણને બ્રેડ પર મૂકો. તેના પર મોઝેરેલા ચીઝ મૂકો અને ઉપર બીજી બ્રેડ મૂકો. બ્રેડને કાંટા ચમચ વડે દબાવો જેથી તે એકબીજા સાથે ચોંટી જાય. તમે તેના પર ઘી અથવા ઓગળેલું માખણ પણ લગાવી શકો છો. હવે તેના પર થોડા ચિલી ફ્લેક્સ છાંટો.

આ પછી, પોકેટ પિઝાને માઇક્રોવેવમાં 450 ડિગ્રી પર બે મિનિટ માટે પકાવો. આ રીતે તૈયાર થઈ જશે પોકેટ પિઝા, હવે તમે તેને ચટણી સાથે માણી શકો છો.

આ પણ વાંચો… Mission Indradhanush 5.0: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે “મિશન ઇન્દ્રધનુષ 5.0” નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો