Angarika chauth: આજે નવરાત્રિનું ચોથું નોરતુ અને અંગારીકા ચોથનો શુભ સંયોગ, વાંચો આ દિવસની ધાર્મિક માન્યતા વિશે

Angarika chauth: વિનાયક ચોથ આજે એટલે કે 5 એપ્રિલ મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ કહેવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 05 એપ્રિલઃAngarika chauth: ધાર્મિક માન્યતાઓમાં વિનાયક ચોથનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે જેઓ વિઘ્નહર્તા ગજાનનની વિધિ-વિધાન સાથે પૂજા કરે છે, શ્રીગણેશજી તેમની બધી જ કામનાઓ પૂર્ણ કરે છે. વિનાયક ચોથ આ વખતે 5 એપ્રિલ મંગળવારના રોજ છે. મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

ગણેશજી સાથે મંગળદેવની પણ પૂજા
આ અંગારક ચોથ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજા સાથે મંગળદેવની પણ પૂજા કરવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. અંગારક ચોથ વ્રતમાં મંગળ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે શિવલિંગ ઉપર લાલ ચંદન, લાલ ફૂલ અને ગુલાલ ચઢાવવું જોઈએ. આ ચોથ વ્રતમાં લાલ કપડા પહેરવા જોઈએ. તેની સાથે જ ફળના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ AAP Claim: ગુજરાતની ચૂંટણી પર આપની નજર, 50 થી સીટો જીતવાનો કર્યો દાવો

મંગળવારે લાલ ફૂલથી પૂજા
માન્યતા છે કે ગણેશજીને લીલા રંગ સિવાય લાલ રંગ પણ પ્રિય છે. એટલે ગણેશ પૂજામાં લાલ રંગના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. ગણેશ પૂજા કરતી સમયે જાસુદના ફૂલથી ગણેશજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે. સાથે જ, મંગળવારે ગલગોટા ચઢાવવા જોઈએ.

સંકષ્ટી ચોથની પૂજા વિધિ

  • આ દિવસે સવારે જલ્દી સ્નાન કરી, સાફ વસ્ત્ર પહેરીને પૂજા ઘરને સાફ-સ્વચ્છ કરો અને વ્રતનો સંકલ્પ લો.
  • તે પછી ભગવાન ઉપર ગંગાજળ અર્પણ કરી તેમને સ્નાન કરાવો. ફૂલ અર્પણ કરો.
  • ગણેશજીને સિંદૂર ચઢાવો અને મંત્રોચ્ચાર સાથે તેમને ભોગ ધરાવો. આ દિવસે ભગવાન ગણેશજીને તેમની પ્રિય સામગ્રી જેમ કે લાડવા કે મોદકનો ભોગ ધરાવવો જોઈએ.
  • સાથે જ, દૂર્વા ઘાસ પણ અર્પણ કરવી જોઈએ. ભગવાનની વિધિવત આરતી કરી બધાને પ્રસાદ વહેંચો.

આ પણ વાંચોઃ Bureaucrats warn government: બ્યુરોક્રેટ્સની સરકારને ચેતવણી, કહ્યું- ફ્રી યોજના બંધ કરો નહીંતો શ્રીલંકા જેવી હાલત થશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.