Ganesh visarjan 2022: આજે વિઘ્નહર્તાની વિદાય, જાણો અંત ચૌદશના વ્રત વિશે

Ganesh visarjan 2022: માટીની ગણેશમૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું

ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Ganesh visarjan 2022: આજે શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ એટલે આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, જેને અનંત ચૌદશ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે, માટીની ગણેશમૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું જોઈએ. કોઈ નદી કે તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવું નહીં. આવું કરવાથી નદી-તળાવમાં ગંદકી વધે છે અને ગણેશજીની પ્રતિમા ગંદકીમાં વિસર્જિત થવાથી આપણને દોષ લાગે છે.

અગ્નિપુરાણ પ્રમાણે, હિન્દુ કેલેન્ડરના ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શહેરના મોટા ભાગના પંડાલોએ સ્થળ પર જ વિસર્જનનું આયોજન કર્યું છે. 

આ પણ વાંચોઃ Gujarat Rain update:દરિયાઈ વિસ્તારના માછીમારો માટે ચેતવણી, હજી બે દિવસ વરસાદની આગાહી

માન્યતા છે કે મહાભારતકાળમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન-વન ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રાજ્ય પાછું મેળવવા માટે અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું હતું, જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તથા તેઓ ચિરકાળ(કાયમ) સુધી રાજ્ય કરતા રહ્યા.

ઘરમાં જ ગણેશની પ્રતિમાનું વિસર્જન કરો
ગણેશજીની મૂર્તિનું વિસર્જન પોતાના ઘરમાં જ કરવું શ્રેષ્ઠ રહે છે. ઘરમાં કોઈ સાફ વાસણમાં સાફ જળ ભરવું અને એમાં મૂર્તિ વિસર્જિત કરી શકાય છે. જ્યારે મૂર્તિની માટી પાણીમાં મિક્સ થઈ જાય ત્યારે એ માટીને ઘરના પવિત્ર છોડમાં પ્રવાહિત કરવી જોઈએ.

આ વાતોનું ધ્યાન રાખો
વિસર્જન પહેલાં ઉત્તર પૂજા કરવામાં આવે છે અને ગણેશજીનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. એ ભગવાન ગણેશ સાથે જ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ IND vs AFG 2022: ભારતીય ટીમની જીત સાથે એશિયા કપમાંથી વિદાય, કોહલીની સદી

Gujarati banner 01