IND vs AFG 2022

IND vs AFG 2022: ભારતીય ટીમની જીત સાથે એશિયા કપમાંથી વિદાય, કોહલીની સદી

IND vs AFG 2022: વિરાટ કોહલી (122 રન*) અને ભુવનેશ્વર કુમાર (5 વિકેટ) ના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં અફઘાનિસ્તાનને 101 રને પરાજય આપ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃIND vs AFG 2022: ગઇકાલે ભારત અને અફઘાનિસ્તાનની મેચમાં ભારતનું શાનદાર પર્ફોમન્સ થયુ, પરંતુ આ સાથે એશિયા કપમાંથી ભારતની વિદાય પણ થઇ. વિરાટ કોહલી (122 રન*) અને ભુવનેશ્વર કુમાર (5 વિકેટ) ના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં અફઘાનિસ્તાનને 101 રને પરાજય આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 111 રન બનાવી શકી હતી.

પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચ બાદ આલોચનાનો શિકાર બનેલા ભુવનેશ્વર કુમારે અફઘાનિસ્તાન સામે ઘાતક બોલિંગ કરી હતી. ભુવીએ પ્રથમ ઓવરમાં જ ઝઝઈને શૂન્ય રને LBW આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ રહમનતુલ્લાહ ગુરબાઝને પણ શૂન્ય રને આઉટ કરી ભુવીએ બીજી સફળતા મેલવી હતી. કરિમ જનતને કોહલીના હાથે કેચ આઉટ કરાવી ભુવીએ અફઘાન ટીમને ત્રીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ભુવનેશ્વરે નજિબુલ્લાહ ઝાદરાનને પણ શૂન્ય રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભુવનેશ્વરે ઓમરઝઈને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. ભુવનેશ્વરે 4 ઓવરમાં 1 મેડન સાથે 4 રન આપી 5 વિકેટ લીધી હતી. 

આ પણ વાંચોઃ Britain Queen Elizabeth II dies: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન, રોયલ ફેમેલીએ આપી જાણકારી

અફઘાનિસ્તાન સામે ડેડ રબ્બર મુકાબલામાં રોહિત શર્માને આરામ અપાતા વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ ઓવરથી અફઘાન બોલરો પર હુમલો કર્યો હતો. ભારતે પાવરપ્લેમાં 52 રન ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઝટકો 119 રનના સ્કોર પર લાગ્યો હતો. એશિયા કપમાં ખરાબ ફોર્મમાં રહેલા કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. રાહુલ 41 બોલમાં બે સિક્સ અને 6 ચોગ્ગા સાથે 62 રન બનાવી આઉટ થયો હતો. 

આજે ઓપનિંગ કરવા આવેલ વિરાટ કોહલી અલગ રૂપમાં જોવા મળ્યો હતો. કોહલીએ અનોખા અંદાજમાં બેટિંગ કરતા અફઘાનિસ્તાનના બધા બોલરો સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ બાદ સદી ફટકારી છે. કોહલીએ 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આંતરરાષ્ટ્રીય ટી20માં આ કોહલીની પ્રથમ સદી છે. કોહલી 61 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 122 રન ફટકારી અણનમ રહ્યો હતો. કોહલીએ 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. 

નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવ બે બોલનો સામનો કરી 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. રિષભ પંતે 16 બોલમાં 3 ચોગ્ગા સાથે અણનમ 20 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહમદે 4 ઓવરમાં 57 રન આપી બે સફળતા મેળવી હતી. 

આ પણ વાંચોઃ Decoration of Ambaji temple: અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

Gujarati banner 01